મધુર ભંડારકર તેની હિટ ફિલ્મ ફેશનની સીકવલ બનાવશે

 જે આજના સમયની ફેશન ઇન્ડસ્ટ્રી અને એ પછી તેમાં આવેલા બદલો પર ફોકસ કરશે.

જાણીતા દિગ્દર્શક મધુર ભંડારકર હાલ ફેશન ટુની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ૨૦૦૮માં આવેલી ફેશન ફિલ્મની સીકવલ બનશે. જે આજના સમયની ફેશન ઇન્ડસ્ટ્રી અને તેમાં આવેલા બદલાવો પર ફોકસ કરશે. જોકે આ ફિલ્મ બનશે કે એક વેબ સીરીઝ તેનો હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ ા ફિલ્મની કાસ્ટ પર કામ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલનાઅનુસાર, મધુર ભંડારકર ફેશનની સીકવલ પાર્ટ ટુ પર કામ કરી રહ્યો છે. 

જેકલની ફેશન ઇન્ડસ્ટ્રીના બદલાવ પર કેન્દ્રિત હશે. રિપોર્ટસની માનીએ તો મધુર ભંડારકર એક સ્ટૂડિયોના સંપર્કમાં છે જે ફેશન ફિલ્મનું ફંડ કરશે. તો વળી એક ઓટીટી પ્લેટફોર્મને પણ મધુર ભંડારકરે પોતાની ફિલ્મને રિલીઝ કરવાની વાત કરી છે. મૂળ ફિલ્મ ફેશનમાં પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતે કામ કર્યું હતું. બન્નેને ક્રમશ ઃ બેસ્ટ એકટ્રેસ અને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસની કેટગરીમાં નેશનલ એવોર્ડ મળ્યો હતો. કંગનાએ એક ટોપ મોડલનો રોલ ભજવ્યો હતો,અને અચાનક જ તેની કારકિર્દીમાં ડાઉનફોલ આવી જતો જોવા મળ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *