રણવીર સિંહની આગામી ફિલ્મ આદિત્ય ધર સાથેની હશે

પાંચ ફિલ્મો ડબ્બા બંધ થયા પછી અભિનેતા મલ્ટીસ્ટારર ફિલ્મમાં જોવા મળશે.

રણવીર સિંહે પોતાના આગામી પ્રોજેક્ટની ઘોષણા શનિવારે ૨૭ જુલાઇના રોજ એક્સ હેન્ડલ પર તસવીર શેર કરીને કરી છે. સાથેસાથે તેણે એમ પણ જણાવ્યું છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ધરનું હશે અને નિર્માતા જિયો સ્ટુડિયો બેનર હશે. રણવીરે મુકેલી તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો કોલાઝ છે, જેમાં સંજય દત્ત, અક્ષય ખન્ના, આજિત્ય અને અર્જુન રામપાલ પણ જોવા મળી રહ્યા છે. દરેકનું ગંભીર લુક જોવામળે છે. રણવીરે ફિલ્મની રિલીઝ તારીખ વિશે કોઇ માહિતી આપી નથી. પોસ્ટ શેર કરતાં રણવીરે લખ્યું છે કે, આ મારા પ્રશંસકો માટે છે. અમે બધા સાથે જ ેક નવી સફર પર નીકળવાના છીએ. 

હું તમને વચન આપું છું કે, આ વખતે તમને આ ફિલ્મ જોવાનો બહુ આનંદ આવશ.ે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયમાં રણવીર પાસે ફિલ્મો નથી. અને આ પણ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. વાસ્તવમાં અભિનેતાની ઘણી ફિલ્મો ડબ્બા બંધ થઇ ગઇ છે.જેમાં પ્રશાંત વર્માની રાક્ષસ, એસ શંકરની અન્નિયનની રીમેક, બેસિલ જોસેફની શક્તિમાન, કરણ જોહરની તખ્ત અને સંજય લીલા ભણશાલીની બૈજુ બાવરા સામેલ છે. રણવીર ફરહાન અખ્તરની ડોન ૩ અને રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં  જોવા મળવાનો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *