કડાકા વચ્ચે ઝવેરીઓને સ્ટોક વેલ્યુએશનમાં કરોડોનો ફટકો.
બજેટમાં કસ્ટમ ડયૂટીમાં ઘટાડા બાદ આજે સતત ત્રીજા દિવસે પણ અમદાવાદ સોના -ચાંદી બજારમાં પાછેહઠ જારી રહી હતી. આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ તૂટયા હતા જયારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૪૦૦૦ ગબડયા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં મંદીની ચાલ ઝડપી ગતિએ આગળ વધતાં ભાવમાં નવા ગાબડાં પડયા હતા. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે મંદી આગળ વધી હતી.વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૪૧૮થી ૨૪૧૯ વાળા ગબડી નીચામાં ૨૩૬૨ થઈ ૨૩૬૯થી ૨૩૭૦ ડોલર રહ્યા હતા. અમેરિકામાં અર્થતંત્રના ત્રિમાસિક ગ્રોથના આંકડા આજે અપેક્ષાથી સારા આવ્યા હતા. જો કે ત્યાં ફુગાવામાં ધીમી પીછેહટના સમાચાર પણ મળ્યા હતા. આની અસર વિશ્વ બજાર પર જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૯.૨૮ વાળા નીચામા૪ં ૨૭.૪૨ થઈ ૨૭.૪૪થી ૨૭.૫૫ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ તૂટી ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૧૩૦૦ તથધા ૯૯.૯૦ના રૂ.૭૧૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૮૨ હજારના મથાળે ઉતરી ગયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૬૪ વાળા નીચામાં ૯૩૦ થઈ ૯૩૧થી ૯૩૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૪૩ વાળા નીચામાં ૯૦૨ થઈ ૯૦૬થી ૯૦૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૭ ટકા માઈનસમાં રહ્યા હતા.મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૮૮૭૪ વાળા રૂ.૬૭૯૦૪ થઈ ૬૭૯૫૪ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૯૧૫૧ વાળા રૂ.૬૮૨૨૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૪૮૬૨ વાળા રૂ.૮૧૪૭૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, સોના-ચાંદીમાં બજેટ પછી ભાવમાં મોટા ગાબડાં પડતાં દેશના ઝવેરીઓ પાસે બજેટ અગાઉ જે સ્ટોક પડયો તેનું મૂલ્ય ટૂંકા ગાળામાં કરોડો રૂપિયા ઘટી ગયું છે. ઉપરાંત વાયદા બજારમાં પણ ભાવ તૂટતાં તેજીનો વેપાર કરનારો વર્ગ મોટી નુકશાનીમાં આવી ગયાની ચર્ચા બજારમાં હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ ગબડતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૧.૭૦ વાળા ઘટી ૮૦.૦૯ થઈ ૮૦.૭૨ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૭.૭૨ વાળા નીમ્માં ૭૬.૦૪ થઈ ૭૬.૬૭ ડોલર રહ્યા હતા.
સોનાના વાયદામાં રૂ.૧,૦૮૨ અને ચાંદીમાં બોલેલો રૂ.૩,૭૦૩નો કડાકો.
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૬૮,૦૧૫ના ભાવે ખૂલી, દરમિયાન ઉપરમાં રૂ.૬૮,૧૦૫ અને નીચામાં રૂ.૬૭,૬૦૬ના અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૧,૦૮૨ ઘટી રૂ.૬૭,૮૭૦ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧,૨૩૭ ઘટી રૂ.૫૫,૨૮૦ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ ગ્રામદીઠ રૂ.૧૨૭ ઘટી રૂ.૬,૬૫૭ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૧૩૧ ઘટી રૂ.૬૭,૮૯૭ના સ્તરે પહોંચ્યો ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં કિલોદીઠ રૂ.૮૪,૫૦૧ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૮૪,૫૦૧ અને નીચામાં રૂ.૮૦,૯૨૧ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૩,૭૦૩ ઘટી રૂ.૮૧,૧૯૧ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની કોન્ટ્રેક્ટ રૂ.૩,૬૬૪ ઘટી રૂ.૮૧,૩૫૧ અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.૩,૬૫૧ ઘટી રૂ.૮૧,૩૪૮ બોલાઈ રહ્યો હતો.