‘બિગ બોસ’માં પાંડેને થપ્પડ મારી અરમાને મોટી મુસીબત નોતરી!

 ‘વિશાલ હકીકતમાં કૃતિકા મલિક વિશે કશું વાંધાજનક બોલ્યો નથી. એણે તો ફક્ત એની બ્યુટીને બિરદાવી છે અને કોઈના વખાણ કરવામાં કંઈ ખોટું નથી.’ 

‘બિગ બોસ’ વરસોથી એકલા વિવાદો પર ચાલ્યો આવતો શૉ છે. પહેલા ‘બિગ બોસ’ના કન્ટેસ્ટન્સ વચ્ચે ઝઘડા થતા, ઉગ્ર દલીલો થતી, પણ હવે વાત લાફાલાફી સુધી જઈ પહોંચી છે. હમણાં ‘બિગ બોસ ઓટીટી-૩’નો એક બનાવ અખબારોમાં ચમક્યો હતો, જેમાં અરમાન મલિકે પોતાના સાથી કન્ટેન્ટંટ અને યુટયુબ ઇન્ફલુએન્સર વિશાલ પાંડેને હાઉસમાં બધાના દેખાતા લાફો ચોડી દીધો હતો. વિશાલનો વાંક શું હતો? એણે અરમાન મલિકની બીજી વાઈફ કૃતિકા વિશે અભદ્ર કમેન્ટ કરી હતી.અરમાનની પહેલી પત્ની પાયલ મલિક ‘બિગ બોસ’ શૉમાં ગેસ્ટ તરીકે આવી હતી. એણે વિશાલની અન્ય કોન્ટેસ્ટંટ લવ કટારિયા સાથેની છુપી વાતચીતનો વીડિયો બહાર પાડયો હતો. એક વીડિયોમાં વિશાલ લવને એમ કહેતો સંભળાય છે કે મને કૃતિકા મલિક ગમે છે અને એ બદલ હું ગિલ્ટી ફીલ કરી રહ્યો છું. બીજા વીડિયોમાં વિશાલ કૃતિકાને એકસરસાઇઝ કરતી જોઈને એવી કમેન્ટ કરે છે કે ભાઈ (અરમાન) બહોત ભાગ્યશાલી હૈ. એ સાંભળીને ઉશ્કેરાયેલા અરમાને વિશાલને થપાટ મારી દીધી હતી.

એલ્વિસ યાદવ : ‘બિગ બોસ ઓટીટી-૨’નો વિજેતા રહી ચુકેલો યાદવ કહે છે કે બિગ બોસ હાઉસમાં વાયોલન્સને વાજબી ગણાવી એનું સમર્થન કરાય છે. આ બનાવ એક સારો દાખલો તો નહીં જ બને. ‘બિગ બોસ-૧૭’મી સિઝનમાં પણ અભિષેક કુમારે સમર્થ જુરેલને થપાટ મારી હતી, પરંતુ એ બદલ કુમારને કોઈ આકરી સજા નહોતી કરાઈ.

આશિકા ભાટિયા : વિશાલ પાંડેની ફ્રેન્ડ આશિકાએ એને સપોર્ટ કરી કહ્યું હતું કે ‘આવું બની રહ્યું છે એ જાણીને મને આંચકો લાગ્યો છે. વિશાલને ખોટી રીતે ટાર્ગેટ કરાઈ રહ્યો છે. હું એને વરસોથી ઓળખું છું. એ એવો નથી જેવો એને હાઉસમાં દર્શાવાઈ રહ્યો છે.  બી સ્ટ્રોંગ, વિશાલ.’

કુશલ ટંડન : એક્ટરે એક્સ પર એક લાઈનમાં પતાવ્યું, ‘કિસી કો સુંદર બોલના કોઈ ક્રાઈમ નહીં હૈ.’

બશીર બોબ : આ એક્ટર થોડી લાંબી પણ વિચારતા કરી દે એવી પ્રતિક્રિયા આપે છે : ‘તમે જો કોઈ માણસ તમારી વાઇફની બ્યુટીના વખાણ કરે અને એ કેવી દેખાય છે એ વિશે કમેન્ટ કરે તો તેના બદલામાં એની સાથે હિંસક વ્યવહાર થાય તો  તમને તમારી પત્ની સાથે બિગ બોસ જેવા પ્લેટફોર્મ પર આવવાનો કોઈ હક નથી. તમે જો એને ઘરની ચાર દીવાલોની બહાર જાહેરમાં લાવવાનું પસંદ કર્યું હોય તો મર્દ બનો અને અસુરક્ષાની તસુભાર લાગણી વિના એના વિશે જે કહેવાય એ શાંતિથી સાંભળો.’

બશીર ઉમેરે છે, ‘વિશાલ પાંડે એક ઓટીટી શૉમાં છે અને એ જાણે છે કે પોતાની વાતો ૨૪ઠ૭ સંભળાય છે અને રેકોર્ડ થાય છે એટલે, મહેરબાની કરીને તમે ફક્ત એટલા માટે એને ખરાબ ન ચિતરો કારણ કે એની સાદગી અને પ્રામાણિકતા તમારાથી સહન નથી થતી. તમે એનાથી હર્ટ થાવ છો. આય સ્ટેન્ડ વિથ વિશાલ પાંડે…’ 

રાખી સાવંત : હવે કોન્ટ્રોવર્સી ક્વિનનું બિરુદ પામેલી રાખીની વાત સાંભળીએ : ‘વિશાલ પાંડે હકીકતમાં કૃતિકા મલિક વિશે કંઈ પણ વાંધાજનક બોલ્યો નથી. એણે તો ફક્ત એની બ્યુટીને બિરદાવી છે અને કોઈના વખાણ કરવામાં કંઈ ખોટું નથી.’ 

અરમાનનો ઉલ્લેખ કરતાં એકટ્રેસ કહે છે, ‘બિગ બોસમાં હિંસાની છુટ નથી. અરમાનને બિગ બોસ હાઉસમાંથી તત્કાળ રુખસદ આપવી જોઈએ.’ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *