અજય દેવગણે વધુ એક એકશન ફિલ્મ સાઇન કરી

અજય દેવગણની ત્રણ ફિલ્મો આ વરસે રિલીઝ  થવાની છે. આ દરમિયાન તેણે વધુ એક એકશન ફિલ્મ સાઇન કરી હોવાનું જણાય છે. કહેવાય છે કે,  તે આ વખતે એક નવા જ અવતારમાં જોવા મળશે. હાલ અજય દેવગણ અને લવ રંજન દે દે પ્યાર દે દે ટુમાં સાથે કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે વધુ એક ફિલ્મ સાથે કરવાનો નિર્ણય લઇ લીધો છે. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, દિગ્દર્શક જગન શક્તિ સાથે અજય દેવગણ એક ફિલ્મ કરવાનો છે. જેનું નિર્માણ લવ રંજનનું હશે. એક બિગ બજેટ ફિલ્મ બનશે જેમાં તે એક નવા અવતારમાં જોવા મળશે.

આ ફિલ્મનું સૂટિંગ ડિસેમ્બરના અંતમાં શરૂ કરવામા ંઆવશે અને ૨૦૨૫માં રિલીઝ કરવાની યોજના છે. કહેવાય છ ેકે, જગન શક્તિ પોતાની આ ફિલ્મની સ્ક્રિપ્ટ લઇને લવ રંજન અને અજય દેવગણ પાસે ગયો તો અને બેન્નેએ કામ કરવાની તૈયારી દર્શાવી છે. આમ પણ અજય દેવગણ અને લવ રંજન લાંબા સમયથી એક એકશન ફિલ્મ કરવા ઉત્સુક હતા. અભિનેતાની આ વરસે બે ફિલ્મ મેદાન અને શેતાન રિલીઝ થઇ ચુકી છે,જેમાંથી શેતાન હિટ ગઇ અને મેદાન ફ્લોપ ગઇ છ.ે હવે ેની ઔરો મેં કહા દમ થા, સિંઘમ અગેઇન અને રેડ ટુ આ વરસના અંત સુધીમાં રિલીઝ થવા માટે તૈયાર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *