જેમાં તે એક નાનકડા શહેરના સાધારણ યુવકની ભૂમિકામાં જોવા મળશે.
કાર્તિક આર્યને પતિ પત્ની ઔર વો ટુ ફિલ્મ સાઇન કરી દીધી છે. અભિનેતા આ ફિલ્મમાં એક નાનકડા શહેરના સાધારણ યુવકની ભૂમિકામાં જોવા મળશે. કાર્તિકને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડતા જ તેણે તેમાં કામ કરવાનો નિર્ણય લઇ લીધો. હવે નિર્માતાઓ આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવા માંગે છે. કાર્તિકની આગામી ફિલ્મોના શૂટિંગ શેડયુલ જોતાં જ પતિ પત્ની ઓર વો ટુના નિર્માતાઓએ કાર્તિકની તારીખો નક્કી કરી લીધી છે.
પતિ પત્ની ઔર વો ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડેએ મુખ્ય ભૂમિકાઓ કરી હતી.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જોકે હવે સીકવલમાં મૂળ ફિલ્મોની હિરોઇનોને જ લેવામાં આવશે કે તેના સ્થાને અન્ય ગોઠવાઇ જશે તે વિશે જાણકારી આપવામાં આવી નથી. કાર્તિક હાલ ભૂલ ભૂલૈયા ૩નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પુરુ થતાં જ અભિનેતા પતિ પત્ની ઓર વો ટુનું શૂટિંગ શરૂ કરશે, તેમ સૂત્રે જણાવ્યું હતું.