નવી કાર પર હાર ચઢાવી સડસડાટ દોડાવી.અનન્યાએ હજુ એક વર્ષ પહેલાં જ મુંબઈમાં નવો ફલેટ ખરીદ્યો હતો.
અનન્યાં પાડેએ ૩.૩૮ કરોડની નવી રેન્જ રોવર કાર ખરીદી છે. તે નવી કાર સાથે બાન્દ્રાના માર્ગો પર સવારી કરવા નીકળી ત્યારે પાપારાઝી સમક્ષ પોઝ પણ આપ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં અનન્યા શોર્ટસ અને ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે. તે જેવી ઘરની બહાર નીકળી કે તરત જ તેને પાપારાત્ઝીઓએ ઘેરી લીધી હતી. અભિનેત્રીએ પોતાની કાર સાથે પોઝ આપ્યો હતો અને પછી ત્યાંથી કારમા ંબેસીને રવાના થઇ ગઇ હતી. હજુ ૨૦૨૩મા જ અનન્યાએ ં મુંબઇમાં પોતીકું ઘર ખરીદ્યું છે. તેણે પોતાના નવા ઘરનો આનંદ સોશિયલ મીડિયા પર શેર કરીને વ્યક્ત કર્યો હતો.આ ઘરનું ઈન્ટિરિયરનું કામ શાહરુખની પત્ની ગૌરી ખાનની કંપનીએ કર્યું છે. અનન્યા હાલ ક્રિકેટર હાર્દિક પંડયા સાથે વધેલી નિકટતાના કારણે ચર્ચામાં છે. અગાઉ તેનું આદિત્ય રોય કપૂર સાથે બ્રેક અપ થઈ ચૂક્યું છે.