નયનતારા યશની બહેનની ભૂમિકામાં હશે. ફિલ્મમાં કિયારા અડવાણી યશની પ્રેયસીના રોલમાં, હુમા કુરેશીનો નેગેટિવ રોલ.
યશની ‘ટોક્સિક’માં તારા સુતરિયાને પણ કાસ્ટ કરવામાં આવી છે. તારા આ સાઉથના પ્રોજેક્ટમાં કાસ્ટ થયેલી બોલીવૂડની ત્રીજી અભિનેત્રી બની છે. આ ફિલ્મ માટે અગાઉ કિયારા અડવાણી તથા હુમા કુરેશી કાસ્ટ થઈ ચૂક્યાં છે. કિયારા યશની પ્રેયસીની ભૂમિકામાં જ્યારે હુમા કુરેશી નેગેટિવ ભૂમિકામાં હશે. આ ઉપરાંત સાઉથની જાણીતી હિરોઈન નયનતારા યશની બહેનની ભૂમિકામાં છે. આ ફિલ્મ ં ૧૯૫૦ થી ૭૦ના દાયકા સુધી રાજ કરનારા ડ્રગ માફિયા પર આધરિત છે. યશ આ ફિલ્મમાં એક સ્ટાઇલિશ ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૦ દિવસથી વધુ દિવસોમાં આટોપી લેવાની યોજના છે. આ ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી શરૂ થઇ ગયું છે અને આ વરસના અંત સુધી ચાલે તેવી પૂરી શક્યતા છે. ફિલ્મને આગામી વર્ષે રીલિઝ કરાશે.