‘એન્જો ચોટલો કાળો નાગ મુઝે મોહિની લગી રે…’કાળા કેશનો ઘટાદાર ચોટલાએ કેટલાય પુરુષોનું મન મોહી લીધું છે,એ આ કચ્છી ગરબાની કડીથી પૂરવાર થાય છે. હજી પણ ઘણા પુરુષોને લાંબા વાળ ધરાવતી સ્ત્રી આકર્ષે છે.
નાનપણમાં શાળામાં બે ચોટલા વાળીને ફરજિયાત જવું પડતું. પરંતુ સમય બદલાતા એ જ ચોટલા ‘દેશી’ ગણાવા લાગ્યા. પરંતુ અન્ય જૂની ફેશનો થોડા ફેરફાર સાથે પાછી ફરી રહી છે તેમ ચોટલો વાળવાની હેરસ્ટાઇલને હવે બોલીવૂડની હિરોઇનોએ અપનાવા માંડી છે. બિપાશા બાસુથી કલ્કી કોચ્લિન, ચિત્રાંગદા સિંહ અને દિયા મિર્ઝા જાહેરમા ં સાઇડ સેંથાવાળો ચોટલો વાળેલા દેખાયા હતા. ચોટલાની હેરસ્ટાઇલનો સૌથી મોટો ફાયદો એ છે કે તે જલદી વિખરાતો નથી તેમજ વાળ ઊડતા નથી.ચોમાસામાં છૂટા વાળની સ્ટાઇલ રાખી હોય તો વરસતા વરસાદમાં વાળ ભીંજાઇ જવાની શક્યતા વધી જાય છે.
એક બ્યુટિ નિષ્ણાંતના જણાવ્યા મુજબ ‘ચોટલા પણ વિવિધ રીતે ગૂંથી શકાય છે. જેમાં ક્લાસિક, ફ્રેન્ચ અને ફિશટેઇલ ચોટલાની સ્ટાઇલ કરી શકાય. ચોટલાની હેરસ્ટાઇ કરતી વખતે ચહેરાના આકારને ખાસ ધ્યાનમાં રાખવામાં આવીને ગૂંથવામાં આવે તો વધારે આકર્ષક લાગે છે.એક હેરસ્ટાઇલિસ્ટના જણાવ્યા પ્રમાણે,” ચોટલો ગૂંથતી વખતે ચહેરાના આકારને ખાસ ધ્યાનમાં રાખવો જોઇએ. લંબચોરસ, ઇંડાકાર, ષટકોણ અને ગોળ ચહેરા પર વધુ સારો લાગે છે. ” અન્ય એક બ્યુટિશિયન પ્રમાણે,”ગોળાકાર ચહેરો ધરાવનાર માનુનીને ચોટલાની કોઇ પણ સ્ટાઇલ સારી લાગે છે. તેનાથી તેનો ચહેરો વધુ સ્લિમ તથા લાંબો લાગે છે. ફ્રેન્ચ અતવા ફિશટેઈલ ગૂંથણીમાં કપાળ પર લટ ઝૂલતી રાખવામાં આવે છે જે ચોરસ તેમજ હૃદય આકારના ચહેરાને શોભે છે.”
જૂનવાણી ચોટલાની સ્ટાઇલમાં થોડો ફેરફાર કરી નવો ઓપ આપવાથી એક નવી સ્ટાઇલની ગૂંથણી તૈયાર થાય છે.વિવિધ પરિધાન જેવા કે ગાઉન,ગળાનો ‘વી’ આકાર તેમજ પહોળુ નેક ધરાવતો પોશાક એ જીન્સ પર પણ ચોટલો સ્ટાઇલ સારી લાગે છે. ‘વન શોલ્ડર ડ્રેસ’ પહેર્યો હોય તો ક્લાસિક ગૂંથણીવાળો ચોટલો ઓળવો વાળને પાછળની તરફથી લઇ આગળ ખેંચી ચોટલો વાળવો અને ચોટલાને ખાલી ખભા પર ઝૂલતો રાખવો.” કેઝ્યુઅલ જીન્સ અને ટી શર્ટ સાથે ટ્વીસ્ટેડ ફિશટેઇલ ગૂંથણીવાળો ચોટલો સારે લાગે છે. કેઝ્યુઅલ લુક માટે ‘સ્વાઇડ સ્વેપ્ટ બેન્ગ’સ્ટાઇલ વધુ યોગ્ય છે.”ચોટલાની શોભાની અભિવૃદ્ધિ માટે ફ્લાવર ક્લિપ્સ અને બનાના ક્લિપનો ઉપયોગ કરી શકાયગાઉન પહેરવાનો હોય તો હેરએક્સેસરીનો ઉપયોગ નહીંવત કરવો તેમજ તેમજ પિન્સ પણ મર્યાદામાં નાખવી. અતવા તો કાનની પાછળના ભાગમાં એક ફૂલ ખોસવું.વધુ આકર્ષક દેખાવા લટકણ પહેરવા તેમજ સાથે એક ક્લચ લઇ શકાય.