ફિલ્મનું પહેલું શિડયૂલ થાઈલેન્ડમાં યોજાશે. સત્ય ઘટના આધારિત ફિલ્મમાં રણવીર જાસૂસ અને સંજય દત્ત વિલનના રોલમાં.
રણવીર સિંહ અને યામી ગૌતમની ફિલ્મ ‘ધુરંધર’નું શૂટિંગ આગામી પચ્ચીસમી જુલાઈથી શરુ થશે. ફિલ્મનું પહેલું શિડયૂલ થાઈલેન્ડમાં યોજાવાનું છે. સત્ય ઘટના પર આધારિત ફિલ્મમાં રણવીર સિંહ જાસૂસના રોલમાં અને સંજય દત્ત વિલનના રોલમાં જોવા મળવાનો છે. આ ઉપરાંત અક્ષય ખન્ના, આર માધવનઅને અર્જુન રામપાલ પણ ભારતીય જાસૂસી સંસ્થાના અધિકારીઓના રોલમાં હશે. દિગ્દર્શક તરીકે આદિત્ય ધરની જાસૂસી ઓપરેશન પર આ બ ીજી ફિલ્મ હશે. તેની અગાઉની ફિલ્મ ‘ઉરી , ધી સર્જિકલ સ્ટ્રાઈક’ હિટ થઈ હતી. રણવીરની કોઈ ફિલ્મનું તત્કાળ શુટિંગ શરુ થઈ રહ્યું હોય તેવું પણ લાંબા સમય બાદ બની રહ્યું છે. તેણે ફરહાન અખ્તરની ‘ડોન થ્રી’ સાઈન કરી છે પરંતુ તેનું શૂટિંગ ક્યારથી શરુ થવાનું છે તે નક્કી નથી.