પ્રેગનન્સીને લીધે જ ઉતાવળે લગ્નની ચર્ચા. બોલીવૂડની અનેક હિરોઈનો પ્રેગનન્સી દરમિયાન પોલકા ડિઝાઈન અપનાવી ચૂકી છે.
સોનાક્ષી સિંહાએ પ્રેગનન્સીના કારણે જ એકદમ ઉતાવળે લગ્ન કરી લીધાં હોવાનું કેટલાય સમયથી ચર્ચાય છે. હવે તે પોલકા ડિઝાઈનના ડ્રેસમાં જોવા મળતાં તેની પ્રેગનન્સીની અટકળોને વેગ મળ્યો છે. ભૂતકાળમાં ઘણી અભિનેત્રીઓએ પ્રેગનન્સી દરમિયાન પોલકા ડિઝાઇનના ડ્રેસમાં જોવા મળી હતી.જેમાં અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર ખાન, નતાશા સ્ટેનકોવિક નો સમાવેશ છે. બોલીવૂડમાં એક રીતે આ ફેશન ટ્રેન્ડ થઈ ગયો છે કે દરેક અભિનેત્રી પ્રેગનન્સી વખતે આ ડિઝાઈનના વસ્ત્રો ધારણ કરે છે. સોનાક્ષી અને ઝહિર એક રેસ્ટોરાં બહાર દેખાયાં હતાં. ત્યારના સોનાક્ષીના લૂક પરથી આ અટકળો થઈ છે. બીજી તરફ સોનાક્ષીના ચાહકોએ એવી પણ આશા વ્યક્ત કરી છે કે સોનાક્ષી માતા બનવાની હોવાના સમાચાર બાદ તેના ભાઈઓ લવ અને કુશ સાથેનો તેનો વિખવાદ ખત્મ થઈ જશે.