પોતાની બચતો પર વધુ વળતર મેળવવા ભારતના પરિવારો પોતાની બચતોને બેન્ક થાપણની સાથોસાથ હવે ઈક્વિટી સાધનો તથા ઈન્વેસ્ટમેન્ટ ફન્ડસ તરફ વાળવાનું પણ પસંદ કરી રહ્યા છે. ખાપણ વૃદ્ધિ મંદ પડતા લિક્વિડિટીનો પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. બચતના નાણાં સટ્ટાકીય વેપાર તરફ વળી રહ્યાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્કના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે પરિવારો માટે બેન્ક થાપણો હજુ પણ પ્રથમ પસંદગી ચાલુ રહી છે પરંતુ ઈક્વિટી, વીમા અને પેન્શન ફન્ડસ જેવા સાધનોમાં પણ નાણાં રોકવા તરફ રસ વધી રહ્યો છે.નાણાં વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૨૨-૨૩ના ગાળામાં પરિવારોની એકંદર નાણાંકીય સંપતિમાં ઈક્વિટી અને ઈન્વેસ્ટમેન્ટ ફન્ડસનો હિસ્સો પચાસ ટકાથી વધુ વધી ગયો છે.
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પણ પરિવારોની બદલાઈ રહેલી આ માનસિકતાને કારણે બેન્કોમાં લિક્વિડિટીની ખેંચ જોવા મળી રહી છે. બેન્કોમાં ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિનું સતત નીચું જોવા મળી રહ્યું છે.આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે માર્ચ, ૨૦૨૩ના અંતે પારિવારિક ફાઈનાન્સિઅલ એસેટસનો આંક રૂપિયા ૩૬૩.૮૦ ટ્રિલિયન રહ્યો હતો, જે જીડીપીના ૧૩૫ ટકા જેટલો હતો. જ્યારે પરિવારોની બાકી પડેલી લાયાબિલિટીસ રૂપિયા ૧૦૧.૮૦ ટ્રિલિયન હતી જે જીડીપીના ૩૭.૮૦ ટકા રહી હતી.રમિયાન સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના વડા માધબી પુરીએ જણાવ્યું હતું કે, પરિવારોની બચતો સલામત સાધનોને બદલે ફોરવર્ડ એન્ડ ઓપ્સન જેવા સટ્ટાકીય વેપાર તરફ વળી રહી છે. આવી બજારમાં પ્રવેશેલા અનેક યુવાનોએ નાણાં ગુમાવ્યા હોવાના દાખલા છે. પારિવારિક બચતો મૂડીની રચના તરફ વળવાને બદલે જોખમી વેપાર તરફ વળી રહી છે તે ચિંતાનો વિષય કહી શકાય એમ પણ તેમણે ઉમેર્યું હતું.
કોરોનાના કાળમાં ફાઈનાન્સિઅલ એસેટસમાં ઉછાળો જોવા મળ્યો હતો. કોરોનાના કાળ દરમિયાન દેશના ઈક્વિટી બજારમાં રિટેલ રોકાણકારોના સહભાગમાં જોરદાર વધારો થયો હતો. ઈક્વિટી બજારની માર્કેટ કેપમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો માર્ચ ૨૦૧૦થી માર્ચ ૨૦૨૩ના ગાળામાં સરેરાશ ૧૪.૫૦ ટકા રહ્યો હોવાનું અન્ય એક અહેવાલમાં જણાવાયું હતું.
ઘરેલું બચત સટ્ટાબાજી તરફ વળી રહી છે: સેબી
વાયદા બજારમાં વધી રહેલો વેપાર માર્કેટ રેગ્યુલેટર માટે ખરેખર ચિંતાનો વિષય બની રહ્યો છે. એક બાદ એક સેબી, આરબીઆઈ, નાણા મંત્રાલય આ મામલે કડક પ્રતિક્રિયાની વાત કરી રહ્યાં છે. ફરી એક વાર સેબી ચેરપર્સન માધુરી પુરી બુચે વધતા જતા વાયદા બજારના ટ્રેડિંગ અંગે ચિંતા વ્યકત કરી છે અને ખાસ કરીને અહિંયા નાના રોકાણકારોનો થતો મરો ચિંતાનો વિષય બન્યો છે.કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં સટ્ટાકીય પ્રવૃતિઓ સામે ચેતવણી આપવાની ફરજ પડી છે. આ મુદ્દો દિવસે ને દિવસે વધુ વ્યાપક બની રહ્યો છે અને હવે અર્થતંત્રને અસર કરી રહ્યો છે. સેબી ચેરપર્સન માધબી પુરી બુચે કહ્યું કે ઘરની મહામૂલી બચત શેરબજારના સટ્ટામાં જઈ રહી છે અને યુવાનો આ શોર્ટકટ કમાણી કરવાની લ્હાયમાં પૈસા ગુમાવી રહ્યા છે. આ જ કારણે ઘરેલુ બચતનો ઉપયોગ મૂડી નિર્માણ માટે થતો નથી.