રામ સેતુથી જોડાયેલા રહસ્યોને ઉજાગર કરવામાં ભારતીય સ્પેસ એજન્સીને મોટી સફળતા મળી છે. ઇસરોએ નાસાના સેટેલાઇટની મદદથી પ્રથમ વખત રામ સેતુ કે જેને એડમ બ્રિજ પણ કહેવામાં આવે છે તેનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર ઇસરોની તરફથી તૈયાર કરવામાં આવેલા 10 મીટર રિઝોલ્યુશનના નકશામાં સમગ્ર પુલને જોઇ શકાય છે. એજન્સીએ આ માટે ઓક્ટોબર 2018થી ઓક્ટોબર 2023ની વચ્ચે 6 વર્ષનો ડેટા તૈયાર કર્યો છે.ઇસરોના જોધપુર અને હૈદરાબાદ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વૈજ્ઞાાનિકોએ આ અંગે એક જર્નલમાં રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં આ માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાસા સેટેલાઇટ આસીઇસેટ-૨ જળ પ્રવેશ ફોટોનનો ઉપયોગ કરી એડમ બ્રિજ અંગે એક જટિલ વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર પુલનું માનચિત્રણ જહાજથી કરવું મુશ્કેલ છે કારણકે આ ક્ષેત્રમાં પાણી ખૂબ જ છીછરું છે. અગાઉ ફક્ત પુલના ઉપરના ભાગ સુધી જ સંશોધન કરવું શક્ય હતું પણ આઇસીઇસેટ-૨ની મદદથી શોધકર્તાઓને પાણીમાં ઉંડે સુધી પ્રવેશ કરવામાં મદદ મળી છે.આ સમુદ્રની નીચેનો આ પ્રકારનો પ્રથમ નકશોે છે. જે 29 મીટર લાંબો છ અને સમુદ્ર સપાટીથી 8 મીટર ઉપર છે. સેટેલાઇટ ફોટા આ વાતને સમર્થન આપે છે આ માર્ગ 99.8 છીછરા અને ખૂબજ છીછરકા પાણીમાં ડૂબેલો છે. આ પ્રાચીન પુલ ભારતના ધનુષકોડીને શ્રીલંકાના તલઇમન્નાર દ્વીપથી જોડે છે.