સમીરની પોસ્ટ પરથી અફવા શરુ થઈ હતી.મારી અને નીલમ વચ્ચે કોઈ મનદુઃખ નથી, એવો કોઈ ખ્યાલ પણ નથી એવી સ્પષ્ટતા.
સમીર સોનીએ પત્ની નીલમ કોઠારી સાથે પોતાને કોઈ અણબનાવ થયો હોવાની વાત નકારી છે. સમીરની જ એક સોશિયલ મીડિયા પોસ્ટના આધારે આ અફવા ફેલાઈ હતી. સમીરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું લખ્યું હતં કે જો કોઈ યુવતીને ધનાઢ્ય પતિ જોઈતો હોય તો તેણે ખૂબસુરત રહેવું પડે છે જ્યારે કોઈ યુવકને સુંદર પત્ની જોઈતી હોય તો તેણે અથાક મહેનત કરીને સંપત્તિ ઊભી કરવી પડે છે. બાકી જે લોકો પ્રેમ લગ્ન કરે છે એ બધા થોડા મહિના એન્જોય કરો અને પછી તમારો નિર્ણય કરી લો.
સમીરની આ પોસ્ટના આધારે તેના અને નીલમ વચ્ચે અણબનાવ થયો છે અને તેઓ કદાચ અલગ પડી રહ્યાં છે તેવી ચર્ચાઓ શરુ થઈ હતી. આખરે સમીર સોનીએ જ આ અફવાઓને નકારતાં કહ્યું હતું હતું કે અમારા વચ્ચે મનદુખની ધારણા રાખી બેઠેલાઓ નિરાશ થશે. અમારા સ્વર્ગ જેવા સંસારમાં કોઈ તકલીફ નથી. પોસ્ટ કરતી વખતે આવો કોઈ ખ્યાલ પણ મારા દિમાગમાં ન હતો. સમીર સોની ખુદ પોતાના જમાનામાં મોટો ટીવી સ્ટાર રહી ચૂક્યો છે અને તેણે સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે નીલમ ૮૦ના દાયકાના અંત સમયની ટોચની હિરોઈન રહી ચૂકી છે.