કલ્કિના બીજા ભાગમાં દીપિકાના રોલ અંગે અનિશ્ચિતતા

 બીજા ભાગમાં કમલ હાસનની ભૂમિકા વધુ મોટી હશે. મેટરનિટી લીવના કારણે દીપિકા શૂટિંગ કરી શકશે કે કેમ તે  નક્કી નથી.  

પ્રભાસ અને દીપિકાની ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ સુપરહિટ પુરવાર થઈ ચૂકી છે. અત્યારથી જ આ ફિલ્મના બીજા ભાગની ચર્ચાઓ થવા લાગી છે. જોકે, બીજા ભાગમાં દીપિકા હશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. દીપિકા હાલ પ્રેગનન્ટ છે અને આવનારા મહિનાઓમાં તે બાળકને  જન્મ આપવાની છે. તે પછી તે બહુ લાંબી મેટરનિટી લીવ લેશે તેવી સંભાવના છે. આ સમયગાળા દરમિયાન દીપિકા ‘કલ્કિ’ માટે શૂટિંગ કરી શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સેવાય છે. ફિલ્મ સર્જકો દીપિકાને રીપિટ કરવા માટે આતુર છે પરંતુ દીપિકા પોતે કેટલો સમય ક્યારે ફાળવી શકશે તે અંગે કશું કહી શકાય નથી. જો દીપિકા માતા બન્યા પછી લાંબા સમય સુધી શૂટિંગથી અલિપ્ત રહે તો  બીજા ભાગમાં દીપિકાની જગ્યાએ અન્ય કોઈ હિરોઈનનો સમાવેશ થઈ શકે છે. એટલું તો નક્કી છે કે બીજા ભાગમાં અમિતાભ બચ્ચન અને  પ્રભાસ રીપિટ થશે જ પરંતુ ફિલ્મના બીજા બાગમાં કમલ હાસનની ભૂમિકા વધારે મહત્વની હશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *