કંગના બાદ વધુ એક જાણીતી અભિનેત્રી રાજકારણમાં ઝંપલાવશે!

 ‘તનુ વેડ્સ મનુ’ ફિલ્મની હિરોઈન સ્વરા ભાસ્કર લોકસભા ચૂંટણી જીતીને સંસંદસભ્ય બની ચૂકી છે.  હવે આ ફિલ્મની તેની સહ કલાકાર સ્વરા ભાસ્કર પણ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડે તેવી ચર્ચા શરુ થઈ છે.સ્વરાનો પતિ ફહાદ અહમદ સમાજવાદી પાર્ટીનો નેતા છે. અગાઉ લોકસભા ચૂંટણી વખતે પણ સ્વરાને ટિકિટ મળશે તેવી ચર્ચા ચાલી હતી. 

હવે તે મહારાષ્ટ્રના થાણે જિલ્લાની કલવા-મુમ્બ્રા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે તેવી  ચર્ચાઓ થઈ રહી છે. સ્વરા તથા ફહાદે આ મતવિસ્તારની મુલાકાતો વધારી દીધા બાદ અટકળો શરુ થઈ છે. ફહાદે આ અંગેના પ્રશ્નનો ગોળગોળ જવાબ આપતાં એમ કહ્યું હતું કે અત્યારે કશું પણ કહી શકાય નહીં. 

અમે પાર્ટીના આદેશને સ્વીકારીને આગળ વધશું. તેણે કહ્યું હતું કે પક્ષ પ્રમુખ કહેશે તે બેઠક પરથી લડવા પોતે તૈયાર છે. પણ સ્વરા હાલ સક્રિય રાજકારણમાં નથી એટલે તેના વિશે હું કશું કહી શકું નહીં. સ્વરા સોશિયલ મીડિયા પર બહુ  સક્રિય છે અને પોતાનાં ચોક્કસ રાજકીય ઝોક માટે જાણીતી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *