આરોગ્ય સંજીવની
આપણા શરીરમાં ‘શિર’ એક સર્વોત્તમ અંગ મનાય છે. તેથી શિરને ઉત્તમાંગ પણ કહે છે. વળી, તે બધા અંગોની ઉપર રહેલું હોવાથી પણ તેને ઉત્તમાંગ કહે છે. આયુર્વેદમાં શિરો રોગ માટે શિર:શૂલ, શિરોભિતાપ, શિરોવેદના વગેરે શબ્દનો પ્રયોગ થાય છે. અંગ્રેજીમાં તેને લ્લીચગચબરી પણ કહે છે.કોઈ પણ અવયવમાં વિકાર થતા શિર પર એની અસર થાય છે. અનેક વિકારોમાં લક્ષણ રૂપે અથવા ઉપદ્રવ રૂપે શિર:શૂલ જોવામાં આવે છે. જેમ કે ભિન્ન-ભિન્ન જ્વરોમાં, રક્તપિત્તનાં પૂર્વરૂપમાં, વિવિધ પ્રકારના કાસમાં, વિવિધ પ્રકારની સ્થાવર અને જંગમ વિષોનાં પ્રભાવમાં, ફિરંગ, ઉદરરોગ, પાંડુરોગ વગેરે રોગોમાં શિર:શૂલ લક્ષણ રૂપે જોવામાં આવે છે. કેટલીકવાર શિર:શૂલ સ્વતંત્ર વ્યાધિનું રૂપ પણ ધારણ કરી લે છે. આ અવસ્થામાં એને શિરોરોગ માની, દોષોની વિવેચન કરી ચિકિત્સા કરવી જોઈએ. શિર:શૂલ જ્યારે સામાન્ય લક્ષણ રૂપે હોય અને અતિ પ્રબલ ન હોય ત્યારે પ્રધાનરોગની ચિકિત્સા કરવાથી જ એનો પણ પ્રશમ થઇ જાય છે.
શિરોરોગનું નિદાન :-
ધૂમાડો લાગવાથી, તાપમાં ફરવાથી, ઠંડીમાં ઉઘાડે માથે ફરવાથી, દિવાસ્વપ્ન અને રાત્રિ જાગરણ કરવાથી, જલક્રીડા કરવાથી, અધિક પરિશ્રમને કારણે સ્વેદાધિકયથી, અત્યંત માનસિક ક્ષોભના કારણે, અધિક રડવાથી, અધિક મધ તથા પાણી પીવાથી, શિરમાં કૃમિની ઉત્પત્તિ થવાથી, સૂતી વખતે ઓશિકુ ન વાપરવાથી, સ્નાન ન કરવાથી, માથામાં તેલ ન નાખવાથી, ઉંચા સ્વરે ભાષણ કરવાથી કે અધિક બકવાસ કરવાથી, શિર ઉપર અભિઘાત થવાથી, રજ-ધૂળ, હિમ અને આતપનું સેવન કરવાથી, પાદત્રાણ-જોડાનો ઉપયોગ ન કરવાથી, દૂષિત આમનાં સંચયના કારણે, લાંબા સમય સુધી નીચે અથવા ઊંચે માથે જોયા કરવાથી પણ શિર:શૂલ થાય છે. ચરકે ‘અતિવ્યવાય’ ને શિર:શૂલનું એક ખાસ કારણ માન્યું છે.
અગિયાર પ્રકારનાં શિરોરોગનું આયુર્વેદમાં વર્ણન છે. જેમાં વાતજ, પિતજ, કફજ, સન્નિપાતજ, રક્તજ, ક્ષયજ અને કૃમિજ શિરોરોગ આ ઉપરાંત સૂયવિત, અનંતવાત, અધવિભેદક, શંખક આ ૪ શિરોરોગો પણ વર્ણવેલા છે.વાતજ શિરોરોગમાં અકારણ ત્રીવપીડા થાય છે. આ પીડા રાત્રે વધી જાય છે. બંધન અને સ્વેદનથી વાતજ શિર:શૂલ શાંત થાય છે.પિત્તજ શિરોરોગમાં માથુ ધગધગતા અંગારા સમાન ઉષ્ણ હોય છે. આંખમાં બળતરા થાય છે. આંખ, નાક અને મસ્તકમાંથી જાણે ધૂમાડો નીકળતો હોય તેવું લાગે છે. આધુનિક દ્રષ્ટિએ આને ‘બિલિયસ હેડેક’ મ્ૈર્નૈેજ રીચગચબરી પણ કહે છે.
કફજ શિરોરોગમાં શિર અને ગળુ કફપિત, ભારે, સ્તબ્ધ તથા શીતલ થઇ જાય છે. મુખ અને અક્ષિકૂટ સૂજી જાય છે.ત્રિદોષજ શિર:શૂલમાં ત્રણેય દોષોનાં લક્ષણો થાય છે. ત્રિદોષ શિર:શૂલમાં પુરાણ ધૃતપાન શ્રેષ્ઠ મનાય છે.રક્તજ શિર:શૂલમાં પિત્તના જેવા લક્ષણો હોય છે. ચહેરાની લાલી અને શિરની સ્પર્શાસહતી આ બે વિશિષ્ટ લક્ષણો તેમાં જોવા મળે છે. આમાં રક્તમોક્ષ સર્વોત્તમ ઉપાય મનાય છે.ક્ષેયજ શિર:શૂલમાં શિરોગત વસા, કફ, રક્ત વગેરે ધાતુઓનો ક્ષય થવાથી વાયુ પ્રકૃપિત થઇને ક્ષયજ શિર:શૂલ ઉત્પન્ન કરે છે. આ રોગમાં વેદના અતિભયંકર હોય છે. આ રોગ કષ્ટસાધ્ય કે કૃમિજ શિર:શૂલમાં કૃમિઓ મસ્તક ને અંદરથી કોતરીને ખાઈ રહ્યા હોય તેવી પ્રતીતી થાય છે તથા નાકમાંથી પાણી જેવો સરકત અથવા સપૂથ સ્ત્રાવ થાય છે. સ્ત્રાવ સાથે નાક વાટે કૃમિઓ પણ બહાર આવે છે.
* સૂર્યાવત :- તેમાં સૂર્યની વૃધ્ધિની સાથે પીડા વધે છે અને સૂર્યના ક્ષય સાથે ક્ષીણ થાય છે. પીડા વધીને આંખ અને ભ્રકુટી તરફ પણ ફેલાઇ જાય છે.
સૂર્યાવર્ત ચિકિ.મા રોગીએ વહેલી સવારે મધુર અને સ્નિગ્ધ દ્રવ્યોનું ધરાઇને ભોજન કરવું. સવારે શુદ્ધ ઘીમાં બનાવેલી પૂરી, જલેબી, માલપૂડા, શીરો વગેરે ખાવું હિતકર છે. સૂર્યોદય પહેલા જ ભોજન કરી લેવું જોઈએ. તાજા જલેબી દૂધ સાથે ખાવાથી આમાં ઘણો ફાયદો થાય છે. ગોળનાં શરબતથી પણ ફાયદો થાય છે.
* અનંતવાત :- ત્રણેય દોષો ગ્રીવાની મન્થા નાડીઓને પિડીત કરી ગ્રીવાના પાછળનાં ભાગમાં ખૂબ જ પીડા ઉત્પન્ન કરે છે. આ ત્રિદોષજ રોગને અનંતવાત કહે છે. આ રોગમાં કોષ્ઠ શુદ્ધિ માટે વિરેચન આપવું જોઈએ. ચંદ્રોવ્યાવર્તિનું અંજન કરી નેત્રવિરેચન કરાવવું જોઈએ.
* અર્ધાવભેદક :- જેમાં અડધા મસ્તકમાં તોદ, ભેદ, ભ્રમ અને પીડા રહે છે. તથા આ પીડા ગમે ત્યારે શરૂ થાય છે. તે ત્રિદોષજવ્યાધિને અર્ધાવભેદક કહે છે.
અર્ધાવભેદકમાં મધુર ભોજન, સાકરવાળું દૂધ, નાળીયેરનું પાણી અથવા ધૃતનો પાન માટે ઉપયોગ કરવો જોઈએ.
* શંખક :- આ રોગ બહુ જ ભયંકર છે. તેમાં વાયુ, કફ, પિત્ત અને રક્ત સાથે મળીને મસ્તકનાં શંખપ્રદેશોમાં તીવ્રવેદના ઉત્પન્ન કરે છે. આ રોગ ૩ દિવસમાં જ રોગીના પ્રાણને હરે છે. આમાં દૂધમાં ઘી મેળવીને પીવડાવવુ તથા દૂધ અને ઘી નું નસ્ય આપવું.
આ સિવાય દરેક શિરો રોગોમાં તૈલ, ક્ષીર કે ધૃતપાન, પરિષેક, પ્રદેહ, લેપ, નસ્ય, અભ્યંગ, શિરોબસ્તિ વગેરેનો પ્રયોગ આયુર્વેદમાં બતાવેલ છે.શિરોરોગમાં ‘નસ્યકર્મ’ ચોક્કસ કરવું જોઈએ. કારણ કે નાસિકા શિરોગુહાનું દ્વાર છે. નાસિકા દ્વારા ઉપર પહોંચેલુ ઔષધ શિરમાં વ્યાપી રોગિને નષ્ટ કરે છે.આ ઉપરાંત પથ્યાદિકવાથ, શિર:શૂલહરવટી, મહાલક્ષ્મીવિલાસ રસ, પ્રવાલયોગ, ગોવેતયોગ, સ્વર્ણમાક્ષિક યોગો વગેરે પણ શિર:શૂલમાં હિતકારી છે.