સલમાનની સિકંદરનું શૂટિંગ 18મી જૂનથી શરુ થશે

સલમાન સાથે રશ્મિકા સ્ક્રીન શેર કરશે.પહેલાં શિડયૂલમાં એરિયલ એક્શન સિકવન્સ ફિલ્માવાશેઃ આવતાં વર્ષે રીલિઝનો પ્લાન.

સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ ૧૮ જુનથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે.  ‘ગઝની’ ફિલ્મ બનાવી ચૂકેલા એ. આર. મુરગાદોસ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. પહેલાં શિડયૂલમાં એરિયલ એક્શન સિક્વન્સ ફિલ્માવાશે. સલમાન એક વિમાનમાં થી એક્શન સીન ભજવશે એમ કહેવાય છે.  ફિલ્મની રીલિઝ આગામી વર્ષે ઈદ વખતે કરવાનું પ્લાનિંગ છે. સલમાન લાંબા સમયથી કોઈ સારા પ્રોજેક્ટની શોધમા છે. છેલ્લાં બે-ત્રણ  વર્ષમાં તેની મોટાભાગની ફિલ્મો નબળી  પુરવાર થઈ છે. આ પ્રોજેક્ટ પર સલમાનને વધારે આશા છે. ફિલ્મમાં રશ્મિકા મંદાનાની ભૂમિકા અંગે કોઈ સ્પષ્ટતા નથી. જોકે, સલમાન અને રશ્મિકાની રોમાન્ટિક જોડી દર્શાવાશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે. લોકો અત્યારથી જ એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે સલમાને રશ્મિકા સાથે રોમાન્ટિક ભૂમિકા ન કરવી જોઈએ. આ ફિલ્મનું શૂટિંગ બહુ કડક સુરક્ષા વ્યવસ્થા સાથે થશે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનના ઘર પર ગોળીબાર થયો તે ઘટના પછી તે આ પહેલા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ખાસ કરીને આઉટડોર શૂટિંગના દૃશ્યોમાં તેના માટે ખાસ સલામતીની વ્યવસ્થા કરાશે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *