જાહ્વવી કરતાં શર્વરી વાઘની ફિલ્મ આગળ નીકળી ગઈ

મુંજયા પહેલા વીક એન્ડમાં 19 કરોડ કમાઈ. જાહ્વવીની મિ. એન્ડ મિસિસ માહી પહેલા વીક એન્ડમાં 17 કરોડ કમાઈ હતી.

બોક્સ ઓફિસ પર એક અપસેટ સર્જાયો છે. જાહ્વવી કપૂરની ‘મિ. એન્ડ મિસિસ માહી’ કરતાં શર્વરી વાઘની ‘મુંજ્યા’નું ફર્સ્ટ વીક એન્ડનું કલેક્શન વધી ગયું છે. ‘મુંજ્યા’એ પહેલા વીક એન્ડમાં ૧૯ કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે ‘મિ. એન્ડ મિસિસ માહી’ પહેલા વીક એન્ડમાં ૧૬ કરોડની કમાણી કરી શકી હતી. ‘મુંજ્યા’ જેવી ફિલ્મ જાહ્નવી અને અજય દેવગણની ફિલ્મોને પાછળ છોડી દેશે તેવું કોઇએ વિચાર્યું નહોતું. અજય દેવગણની ‘મૈદાન’ ફિલ્મને પહેલા વીક એન્ડમાં માત્ર નવ જ કરોડની કમાણી થઈ હતી. આ ફિલ્મને સારા ક્રિટિક્સ રિવ્યૂ મળ્યા હતા પરંતુ બોક્સ ઓફિસ પર તેને ખાસ સફળતા મળી ન હતી. ટ્રેડ એનાલિસ્ટસના જણાવ્યા અનુસાર આ ફિલ્મ બાદ  શર્વરીની કેરિયરને ખાસ ફાયદો થશે. અત્યારે સુધી કોઈ જાહ્વવી કપૂર અને શર્વરીની સરખામણી કરે તો જાહ્વવી વધારે પોપ્યૂલ અને વધારે સેલેબલ સ્ટાર ગણાતી હતી પરંતુ શર્વરીએ અત્યારે તેને હંફાવી દીધી છે. શર્વરીની આલિયા ભટ્ટ સાથેની એક લેડી સ્પાય ફિલ્મ આવી રહી છે. તે પછી પણ તેની કેરિયરને વધારે ફાયદો થશે એમ મનાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *