નેહાએ ચૂંટણીમાં ધૂમ પ્રચાર કર્યો હતો. વીર તુમ બઢે ચલો પંક્તિ સાથે પિતાની લડતને બિરદાવી, લોકોનો આભાર માન્યો.
બોલીવૂડ અભિનેત્રી નેહા શર્માના પિતા અજિત શર્માએ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, તેના પિતા હારી જતાં અભિનેત્રીએ ભારે અફસોસ વ્યક્ત કર્યો છે.નેહાના પિતા અજય શર્મા કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિહારની ભાગલપુર બેઠકની ચૂંટણી લડયા હતા. તેઓ જેડીયુના અજય મંડલ સામે એક લાખ કરતાં વધારે મતથી હારી ગયા છે. નેહાએ પિતા માટે ભરપૂર ચૂંટણી પ્રચાર કર્યો હતો. ખુલ્લી જીપમાં પ્રચાર રેલીમાં નીકળેલી નેહાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે નેહાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પિતાની લડતને બિરદાવી છે. વીર તુમ બઢે ચલો કહી તેમના જુસ્સાને વધાર્યો છે. સાથે સાથે તેણે ભાગલપુરના લોકોનો પણ આભાર માન્યો છે.