કિંગમાં શાહરૂખ અને સુહાના સાથે જોવા મળશે.
૨૦૨૩માં બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવનારા શાહરૂખખાનના આગામી પ્રોજેક્ટ પર બધાની નજર છે. એક્સ પર ફરતી થયેલી એક તસવીર અનુસાર શાહરૂખે સ્પેનમાં તેની આગામી ફિલ્મ જેનું નામ કિંગ હોવાનું મનાય છે તેનું શૂટિંગ શરૂ કરી દીધું લાગે છે. તસવીરમાં શાહરૂખ બ્લુ સૂટમાં લોકો સાથે ચર્ચામાં મશગૂલ જણાય છે. આ ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષ કરી રહ્યા છે અને તેનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને પઠાણના નિર્દેશક સિદ્ધાર્થ આનંદની મારફલિક્સ પિક્ચર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ કુખ્યાત ડોનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ પહેલીવાર તેના પિતા સાથે કામ કરતી જોવા મળશે.ગયા વર્ષે રજૂ થયેલી ધ આર્ચીઝ ફિલ્મમાં સુહાનાએ પહેલીવાર અભિનય કર્યો હતો. આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વિજેતા બન્યા બાદ એસઆરકે પરિવાર ૩૦મી મેના રોજ યુરોપ જવા રવાના થયો હતો. એમ મનાય છે કે તેમણે અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની પ્રિ-વેડિંગ યુરોપિયન ક્રુઇઝ પાર્ટીમાં પણ મોજ કરી હતી.