બુધને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે, જે સમયાંતરે પોતાની ચાલ બદલતા રહે છે. મે મહિનામાં બુધનું ફરી ગોચર કરવાના છે. હાલમાં બુધ ગ્રહ મેષ રાશિમાં બિરાજમાન છે. અને આગામી 31 મેના રોજ બુધ શુક્રની રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિથી વૃષભમાં બુધના ગોચરથી કેટલીક રાશિઓ માટે શુભ રહેશે, તો કેટલીક રાશિ અશુભ રહેશે. બુધનું વૃષભમાં ગોચરથી કેટલીક રાશિઓનો સુવર્ણ સમય શરુ થઈ શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધનું આ ગોચર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રાશિના લોકોએ ભવિષ્ય માટે કરેલા દરેક પ્લાન, રણનીતિ સફળતાના પગથિયાં ચૂમશે. કામ અર્થે તમારે ક્યાંક મુસાફરી કરવી પડી શકે છે. આ સમયગાળામાં તમારુ સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યાપાર- ધંધામાં અટકેલા પૈસા પાછા મળી શકે છે.
મકર રાશિ
બુધનું આ ગોચર મકર રાશિના લોકો માટે ખૂબ શુભ માનવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સુંદર આયોજનથી તમે વેપાર- ધંધામાં સારો નફો મેળવી શકશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી છે, અને જંક ફૂડ ખાવાનું ટાળવું તમારા માટે સારુ રહેશે. આર્થિક ધન-લાભ થવાની સંભાવના છે. માતાનું ધ્યાન રાખવુ જરુરી છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. નાણાકીય સમસ્યાઓ દૂર થવા લાગશે. ધંધા-વેપારમાં પૈસાને લગતી સમસ્યાનો અંત આવશે. તેમજ તમારી પોતાની સમજણશક્તિથી તમે તમારુ પરફોર્મન્સમાં સુધારો કરી શકશો. મહત્ત્વની વાત કે તમારા જીવનસાથીને સમય આપો.