સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ
ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી આકરા તાપ અને લૂને કારણે લોકો ત્રાહીમામ પોકરી ગયા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 તારીખ સુધી શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ ઉભો થયો છે. હવામાન વિભાગ દ્વારા ફક્ત ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
એલર્ટને મામલે શહેરીજનો ચિંતામાં મુકાયા
અમદાવાદમાં સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ વચ્ચે સંકલન ન થતા એલર્ટને મામલે શહેરીજનો ચિંતામાં મુકાયા છે. એક તરફ જ્યાં હવામાન વિભાગ રેડ એલર્ટ ન આપ્યું હોવાનું અને ફક્ત ઓરેન્જ એલર્ટ આપ્યું હોવાના નિવેદન પર મક્કમ છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનાના ઉચ્ચ અધિકારીએ સત્તાવાર રીતે મીડિયા સમક્ષ રેડ એલર્ટ અપાયું હોવાનું સ્વીકાર્યું છે.
હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ પર મક્કમ
હવામાન વિભાગ દ્વારા 44 ડિગ્રીથી કરતા વધુ પણ 45થી ઓછી ગરમીનો ઉલ્લેખ કરી ઓરેન્જ એલર્ટ આપ્યા હોવાની વાત પર મક્કમ છે જ્યારે AMC 45 ડિગ્રીના તાપમાનના ઉલ્લેખને લઇ રેડ એલર્ટ પર મક્કમ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પ્રેસનોટ પણ જાહેર કર છે. જેમાં હવામાન વિભાગનો ઉલ્લેખ કરીને આગામી 24 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે હવામાન વિભાગ આવી રેડ એલર્ટ વાળી કોઈ પ્રેસનોટ રિલીઝ ન કરાઈ હોવાનું જણાવી રહ્યું છે.