રેક લોકોનું સ્વપ્ન હોય છે કે રહેવા માટે એક પાકું મકાન હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના આ સ્વપ્નને આકાર આપી રહી છે.
ખંભાળિયા તાલુકાના શક્તિનગરના રહેવાસી બાબુભાઈ નકુમનું ઘરનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થયું છે. તેઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમે લોકો પહેલા કાચા મકાનમાં રહેતા હતા. જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. બાદમાં મને જાણકારી મળી કે, સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં પાકું મકાન બનાવવા માટે રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય આપે છે તે અંગે વધુ જાણકારી મેળવી. અને બાદમાં એ સહાય માટે અરજી કરતા વર્ષ ૨૦૨૨ -૨૩માં મને સહાય મળી.
વધુમાં બાબુભાઈએ જણાવ્યું કે, પાકું મકાન બનાવવા માટે મને રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય, નરેગા યોજના હેઠળ રૂ. ૨૧,૫૧૦ અને શૌચાલય બનાવવા માટે રૂ. ૧૨,૦૦૦ની સહાય મળી હતી. સરકારશ્રીની આ યોજના ઘરનું ઘર બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરે છે.
બાબુભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાં આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાનાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખંભાળિયા તેમજ દ્વારકા ખાતે આવાસ લોકાર્પણ અંગેનો કાર્યક્રમ યોજાશે.
સંકલન: વૈશાલી રાવલિયા (માહિતી મદદનીશ-દેવભૂમિ દ્વારકા)