પોરબંદર શહેરમાં આવેલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૬ મેના રોજ નેશનલ ડેન્ગ્યુ ડેની ઉજવણી પોરબંદરમાં કરવામાં આવી હતી. મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવ ભંભાણીના અધ્યક્ષ સ્થાને એમ.બી.બી.એસના વિદ્યાર્થીઓ વિવિધ પોસ્ટર અને બેનરો સાથે આ રેલીમાં જોડાયા હતા. વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી દેશભરમાં કરાઈ હતી, જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઇ જન જાગૃતિ લઈ આવવા પ્રયાસો કર્યા હતા. ડેન્ગ્યુએ મચ્છરથી ફેલાતો વાયરસ જન્ય રોગ છે. તાવ, માથાનો દુખાવો, ઉલટી, સ્નાયુ અને સાંધાનો દુખાવો, ચામડી પર લાલ ચકામા સહિતના લક્ષણોમાં જોવા મળે છે.
જો તાવ વધી જાય તો શરીર માંથી ખૂન પડવું, પ્લેટ લેટ ઓછા થવા તથા અને ગંભીર બનતા મૃત્યુની પણ સંભાવના રહે છે. તાવ સાથે આ પ્રકારના લક્ષણો જણાય તો ડેન્ગ્યુના રિપોર્ટની તપાસણી કરવી જરૂરી છે. મચ્છરોનો ઉપદ્રવ જે વિસ્તારમાં વધારે હોય ત્યાં ડેન્ગ્યુનું પ્રમાણ વધુ હોય છે. આમ જાગૃતિ લઈ આવવા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી પોરબંદરની મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી હતી.