ગુજરાતી ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં વગાડશે ડંકો

ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ (Harmeet Desai) અને માનવ ઠક્કર (Manav Thakkar) આગામી જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારા પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશને (Table Tennis Federation of India) પેરિસ ઓલિમ્પિક માટે જાહેર કરેલી પુરુષ ટીમમાં ગુજરાતના બંને ટેબલ ટેનિસ સ્ટાર્સને સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતના રમત જગતમાં પણ આગવો ઈતિહાસ રચાયો છે. ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમ આ વખતે પહેલીવાર ઓલિમ્પિક ટેબલ ટેનિસની ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાય થઈ છે.

હરમીત દેસાઈ અને માનવ ઠક્કરનો સમાવેશ 

પેરિસ ઓલિમ્પિકમાં અંચત શરથ કમલ અને મનિકા બત્રા ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમોની આગેવાની લેશે. ભારતની પુરુષ ટેબલ ટેનિસ ટીમમાં શરથની સાથે હરમીત દેસાઈ અને માનવ ઠક્કરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતની મહિલા ટીમમાં મનિકા બત્રાની સાથે શ્રીજા અકુલા અને અર્ચના કામથને તક આપવામાં આવી છે. ભારતે વૈકલ્પિક ખેલાડી તરીકે બંને કેટેગરીમાં અનુક્રમે જી. સાથિયાન અને અયહિયા મુખર્જીની પસંદગી કરી છે. 

વર્લ્ડ રેન્કિંગના આધારે ટીમની પસંદગી કરી

ટીમ ઈવેન્ટની સાથે સાથે શરથ કમલ અને હરમીત દેસાઈ મેન્સ સિંગલ્સમાં પણ ઉતરશે. જ્યારે મનિકા બત્રા અને શ્રીજા મહિલાઓનીસિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે. ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશને તાજેતરના વર્લ્ડ રેન્કિંગના આધારે ટીમની પસંદગી કરી છે. 4 વર્ષના સાથિયાન કારકિદીમાં પાંચમી અને આખરી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવાનો છે.

ભારતની ટેબલ ટેનિસ ટીમ

પુરુષ ટીમ : અંચત શરથ કમલ, હરમીત દેસાઈ અને માનવ ઠક્કર. (શરથ અને હરમીત સિંગલ્સમાં પણ રમશે) 

મહિલાટીમ : મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ (મનિકા-શ્રીજા સિંગલ્સમાં પણ રમશે)