સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારનું શિક્ષણ ખૂબ સસ્તુ અને જીવનમાં ઉપયોગી બને તેવું અપાય તે ખૂબ જરૂરી છે: સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ ભારતમાં શિક્ષણ લેવા આવતા થાય તેવું શિક્ષણનું સ્તર દેશમાં બને તે ઇચ્છનીય છે: રાજેશ જે ભાતેલિયા. નેશનલ યુથ પ્રોજેક્ટ રાજકોટ યુનિટના પ્રમુખ રાજેશ જે ભાતેલીયાએ સમગ્ર દેશમાં સંપૂર્ણ સુવિધા ધરાવતી સરકારી શાળા, કોલેજ નિયમિત રીતે વધુમાં વધુ ખુલવી જોઈએ જેથી કરીને શિક્ષણ સસ્તું જીવનમાં ઉપયોગી બને તેવું મળતું રહે.તેમજ સરકારી શાળા કોલેજોનો પ્રચાર પ્રસાર સતત થવો જોઈએ જે સરકારી શાળા, કોલેજો સારું શિક્ષણ આપતી હોય તેના ટીચર, ઓફ પ્રોફેસર અને સ્ટાફનું સન્માન પણ નિયમિત રીતે થવું જોઈએ . વિશ્વના તમામ દેશોના વિદ્યાર્થીઓ આપણા દેશમાં શિક્ષણ લેવા આવતા થાય તે પ્રકારનું શિક્ષણ સમગ્ર દેશમાં ઉપલબ્ધ બને તે ખૂબ જરૂરી છે વહીવટી ખર્ચ ઘટાડવા તમામ શાળા કોલેજો ઉપર સોલાર રૂફટોપ લગાડવા જોઈએ. સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારનું શિક્ષણ ખૂબ જ સસ્તું, જીવનમાં ઉપયોગી બને તેવું અને વિદ્યાર્થીને સર્વગુણ સંપન્ન બનાવે તેવું અપાય તે જરૂરી છે .સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારના શિક્ષણમાં માનવતા, સાદગી ,સારા સંસ્કાર, નિસ્વાર્થ સેવા, યોગ , ધ્યાન અને સારું વાંચન અને લેખનને મહત્વ મળે તે ઇચ્છનીય છે.સાથે તમામ જાતના વ્યસનથી થતા નુકસાન અંગે પણ વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વ વાકેફ કરતું રહે.સાથે સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં સવાર અને સાંજ લીલોતરી શાક વાળું ભોજન એટલે કે આરોગ્યપ્રદ ભોજન અને આરોગ્ય પ્રદ નાસ્તો અપાતો રહે તે પણ જરૂરી છે. જ્યાં જગ્યા હોય ત્યાં ઓર્ગેનિક રીતે શાકભાજી ,અનાજ અને ફળ ઉગાડી અને તેનો ઉપયોગ હોસ્ટેલમાં થવો જોઈએ. માત્ર સજેશન ફરિયાદ નથીરાજેશ જે ભાતેલિયા પ્રમુખ નેશનલ યુથ પ્રોજેક્ટ રાજકોટ યુનિટ રાજકોટ