સુશીલ મોદીને વલ્લભભાઈ કથીરિયાની હાર્દિક શ્રદ્ધાંજલિ

પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બિહાર અને સાંસદ શ્રી સુશીલ કુમાર મોદી

પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બિહાર અને સાંસદ શ્રી સુશીલ કુમાર મોદીના દૂ:ખદ અવસાન થી ડો.વલ્લભભાઈ કથીરિયા એ શોક ની લાગણી અનુભવી છે અને તેમના આત્મા ને ચિર શાંતિ અર્પે તેવી પ્રભુ પ્રાર્થના.

            શ્રી સુશીલ કુમાર મોદી યુવા વય થી જ અખીલ ભારતીય વિધાર્થી પરિષદ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ને રાષ્ટ્રભક્તિ થી પ્રેરાઈને રાષ્ટ્રવાદ થી વરેલી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા થી શરૂ કરીને બિહારના ઉપમુખ્યમંત્રી અને છેલ્લે રાજ્યસભા ના સાંસદ તરીકે પણ તેમણે ઉત્તમ સેવા આપી હતી.

            ડો.કથીરિયાએ તેમની સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યુ જતું કે તેઓ એક સરળ, સાદગી ભર્યા નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા કાર્યકર્તા હતા. અનેક વખત તેમને મળવાનું થયું ત્યારે તેમની નાણાકીય ક્ષેત્રે બાહોશીના દર્શન થતાં હતા. બિહાર ના વિકાસ પુરુષતરીકેની તેમના માટે ની ઉપમા ખોટી નથી.નિતિશ કુમાર સાથેની તેમની યુગલબંધીએ બિહાર ને ગરીબ રાજ્યમાથી એક વિકાસશીલ રાજ્ય બનાવવામાં અગ્રગણ્ય ફાળો આપ્યો હતો. નાણાંમંત્રી અને કૃષિ જેવા અનેક ખાતાઓ સંભાળીને બિહારે એક પ્રગતીશીલ રાજ્ય બનાવવામાં તેમનું  અમૂલ્ય યોગદાન રહ્યું છે. છેલ્લે છેલ્લે કેન્સરની બીમારી વખતે પણ તેમની સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો,ત્યારે તેમને નિખાલસતા પૂર્વક સમાજ જીવનમાથી નિવૃતિ લઈને હવે આત્મ કલ્યાણ માટે વાત કરી હતી. રાષ્ટ્રભક્તિ થી ઓતપ્રોત શ્રી સુશીલ કુમાર મોદીને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રભુ પ્રાર્થના.