પોરબંદર તા૯, યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ કોરોના (કોવિડ-૧૯) ની મહામારીના વિષમ સંજોગોમાં વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન ”MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડી/કલાકારોની વિગતો, ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
જેથી રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,હસ્તકની કમિશ્નરશ્રી,યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર તથા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી,પોરબંદર દ્વારા સંયુક્ત રીતે “ગાયન સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં જુદા-જુદા વય જૂથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે. જેમાં ૦૬ થી ૧૪વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના,૨૧ થી ૬૦ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજુથમાં ભાગ લઇ શકશે. ઉકત સ્પર્ધાની વિડીયો કલીપ તૈયાર કરી(વિડીયોમાં પોતાનું નામ,સરનામું,સ્કુલનું નામ,મોબાઈલ નંબર,ઈ-મેઈલ એડ્રેસનો ઉલ્લેખ કરવો) અને સાથે ઉમરના પુરાવા તેમજ બેંક પાસબુકની ઝેરોક્ષ જોડી તા. ૧૮ ડિસેમ્બર બપોર ૧૨ કલાક સુધીમાં જીલ્લા રમતગમત અધિકારીની કચેરી,”ગાંધી સ્મૃતિ ભવન” કનકાઈ માતાનાં મંદિર પાસે,ચોપાટી રોડ,પોરબંદર ખાતે મોકલી આપવાનું રહેશે.
તારીખ:-0૯-૧૨-૨૦૨૦ | સમાચાર સંખ્યા :- ૮૬૦ |