પ્રિન્સ હેરીએ લંડનની હાઇકોર્ટમાં એક બ્રિટીશ અખબાર સામે દાવો માંડ્યો હતો જેની સુનવણી આ અઠવાડિયામાં જ પૂર્ણ થઇ શકે તેમ છે. આ કેસ થોડો જૂનો છે અને પ્રિન્સ હેરીએ આ કેસ માટે ઘણા પુરાવાઓ રજૂ કર્યા છે. જો કે સમાચાર એજન્સીના દાવા અનુસાર આ કેસમાં અન અધિકારીક રીતે પ્રિન્સ હેરીની માહિતી એકઠી કરવા બદલ કોર્ટ મીડિયા સંસ્થાનને વધારેમાં વધારે 500 ડૉલરનો દંડ ફટકારી શકે છે. છેલ્લા 130 વર્ષોમાં રૉયલ ફેમેલીના સભ્યને કોર્ટમાં જુબાની આપવા આવવું પડ્યું હોય તેવો આ પહેલો કિસ્સો છે.
શું છે સમગ્ર મામલો
પ્રિન્સ હેરી સાથે 100 અન્ય લોકો છે કે જેમણે એક બ્રિટીશ અખબાર સામે દાવો માંડ્યો છે કે વર્ષ 1991 થી 2011 દરમ્યાન તેમના ફોન અનઅધિકૃત રીતે ટેપ કરવામાં આવ્યા છે અને તેમની અંગત માહિતી એકત્રિત કરવામાં આવી હતી. એવા પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યાં છે કે અખબારના સિનીયર એડિટર્સ આ વાતથી વાકેફ હતા અને ક્યાંને ક્યાંક તેમની મંજૂરીથી જ આ કૌભાંડ ચાલતુ હતું.
સોશિયલ મીડિયામાં પ્રિન્સ હેરીનો બન્યો મજાક
જ્યારેથી એ વાત સ્પષ્ટ થઇ છે કે, આ કેસમાં પ્રિન્સ હેરીને વધારેમાં વધારે 500 પાઉન્ડનું વળતર મળી શકે છે ત્યારથી ઇન્ટરનેટ પર લોકો મજાક કરતી પોસ્ટ શેર કરી રહ્યાં છે.