ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે તેની કારકિર્દી દરમિયાન ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ઘણી વખત ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારી છે. તેમણે ટેસ્ટમાં 6 વખત બેવડી સદી ફટકારી છે. સેહવાગે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની ઐતિહાસિક ઇનિંગ્સના બેટની તસવીરો શેર કરી છે.
સેહવાગની ક્રિકેટની કારકિર્દીની વાત કરીએ તો, તેમણે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. 2008માં દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈ ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. આ મેચમાં સેહવાગે 319 રનની ઇનિંગ રમી હતી. ત્યારે વર્ષ 2004માં પાકિસ્તાન સામે યાદગાર ઇનિંગ રમી હતી. સેહવાગે મુલ્તાન ટેસ્ટમાં 309 રન બનાવ્યા હતા. તેમણે આ મેચમાં 374 બોલનો સામનો કર્યો હતો.
સેહવાગે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, આ ફોટોમાં તેમના પાંચ બેટ છે. જેને શેર કરતા સેહવાગ કેપ્શનમાં લે છે કે,, “બેટ મે હેં દમ, 309, 319, 219, 119, 254. પ્યાર સાથી.” 293 વાલા ખો ગયા.
સેહવાગની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ચાહકોએ ઘણી કોમેન્ટ કરી છે. એક ચાહકે શાહિદ આફ્રિદીને ટ્રોલ કર્યો. સેહવાગના પ્રશંસકે કમેન્ટ કરી છે કે, “શાહિદ આફ્રિદી સર હંમેશા આ બેટનો ઉપયોગ શૂન્ય પર આઉટ થવા માટે કરતા હતા.”
અત્યાર સુધીમાં સેહવાગની આ પોસ્ટને એક લાખ 55 હજાર લોકોએ મળી છે. હજુ સુધી કમેન્ટ બોક્સમાં ચાહકોની કમેન્ટ અને લાઇક આવી રહી છે.