શહેરમાં લગ્ન બાદ છુટાછેડા લીધા વિના જ લિવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતી પર તેના પતિ અને સાસુએ ઘરમાં ઘૂસીને માર માર્યો હોવાનો મામલો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. યુવતી અને તેના પતિ વચ્ચે મનમેળ નહીં રહેતાં કોર્ટમાં છુટાછેડાનો કેસ હાલમાં ચાલી રહ્યો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા મિત્રનો પતિ અને તેની માતા ઘરમાં ઘૂસ્યા
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાએ એક શખ્સ અને મહિલા સામે મારામારીની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી મહિલાના મોટાપુત્રના છુટાછેડા થયા હતાં અને છેલ્લા ચાર વર્ષથી તે એક મિત્ર યુવતિ સાથે લિવ ઈન રિલેશનશીપમાં પોતાના ઘરમાં રહે છે. ફરિયાદી મહિલાનો પુત્ર તેની મહિલા મિત્રના લગ્ન થયાં હતાં પરંતુ બંને વચ્ચે મનમેળ નહીં આવતાં તેમણે કોર્ટમાં છુટાછેડા લેવા અંગેનો કેસ કર્યો હતો જે હાલમાં ચાલુ છે. મહિલાની ફરિયાદ મુજબ ગઈકાલે બપોરે ફરિયાદી તેમજ તેના પુત્રની મિત્ર યુવતી ઘરે હાજર હતાં. આ દરમિયાન આ મહિલા મિત્રનો પતિ અને તેની માતા ઘરમાં ઘૂસ્યા હતાં. તેમણે ઘરમાં ઘૂસતાની સાથે જ યુવતીને લાફો મારી દીધો હતો.
ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ઘરમાં ઝગડો થતાં ફરિયાદી મહિલા યુવતીને છોડાવવા માટે વચ્ચે પડ્યાં હતાં. ત્યારે આરોપી શખ્સની માતાએ તેમના હાથમાં બચકું ભરી લીધું હતું. જ્યારે આરોપી શખ્સ ફરિયાદીને મારમારીને કહેવા લાગ્યો હતો કે, મારા છુટાછેડા નથી થયા તકો પણ આ યુવતીને તમારી સાથે કેમ રાખો છો? આરોપી શખ્સે એવી પણ ધમકી આપી હતી કે આ યુવતીને સાથે રાખશો તો તમારા દીકરાને પણ જાનથી મારી નાંખીશ. આ ધમકી મળ્યા બાદ ફરિયાદીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. આ દરમિયાન તેમનો પુત્ર પણ ઘરે આવી ગયો હતો. ત્યારે આરોપી શખ્સ અને તેની માતા ત્યાંથી ભાગી ગયા હતાં. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ