વડોદરાના ભરચક એવા વાડી પોમલી ફળિયામાં ઘરફોડ ચોરી.

વાડી રંગમહાલ વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરીની ફરિયાદ નોધાઇ છે.

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ પોમલી ફળિયા ખાતે રહેતા મકાન માલિક સોનલ કહાર તહેવાર નિમિત્તે રવિવારે બહારગામ ગયા હતા. જ્યાંથી પરત ફરતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હોય સામાન વેર વિખેર નજરે પડ્યો હતો. તપાસ કરતા અજાણ્યા તસ્કરો તિજોરીના લોક તોડી તેમાંથી સોનાનો નેકલેસ, ઝાંઝરી, સોનાની વીંટી,પેન્ડલ, મંગળસૂત્ર રૂપિયા 25000 સહિતની ચીજવસ્તુ ચોરી ફરાર થઈ ગયાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ઘટનાના પગલે પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે.

preload imagepreload image