પ્રેસનોટ

પોરબંદરનો યુવાન એન.સી.સી માં રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ કેડેટ કેમ્પ પૂણ કરી પરત આવતા અનુસુચિત જાતિના આગેવાનો દ્વારા સન્માન

ગુજરાતમાંથી માત્ર 2 યુવાનો જા એન.સી.સી માં રાષ્ટ્રીય કક્ષાએ પસદગી પામ્યા હતા

પોરબંદરની એમ. ડી સાયન્સ કોલેજમાં ટી.વાય. બી. એમસી. (કેમેસ્ટી)માં અભ્યાસ કરતા પ્રિયાંશું મહેશભાઈ સાદિયાની રાષ્ટ્રીય કક્ષાએ ઓએસડી પ્રોગ્રામ અંતર્ગત કોસ્ટગ્રાડૅ ની શિપ સાથે શ્રીલંકા અને માલદિવ્સ માટે તા.14 ડિસેમ્બર 2014 થી 4 જાન્યુઆરી 2025 ના કેમ્પ માટે પસંદગી થઈ હતી. ઉકત પ્રોગ્રામમાં ગુજરાતમાંથી માત્ર 2 યુવાનો પસંદગી પામ્યા હતા.જે અંતર્ગત પ્રિયાંશુ સાદિયા કેમ્પ પુણૅ પરત આવતા તેનું અનુસુસિત જાતિના આગેવાનોએ સન્માન કર્યું હતું જ્યારે અન્ય યુવાન નવલ શીગખરિયા હાલ જાપાન તાલીમમાં છે.ઉલ્લેખનીય છે કે, પ્રીયાંશું વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની સાથે દેશભક્તિ અને શિસ્તનું સિચન કરનાર એનસિસી (નેવલ વિગ) સાથે ઘણા સમયથી જોડાયેલ છે. ભૂતકાળમાં પ્રીયાંશુંએ લોનાવાલા મહારાષ્ટ્ર ખાતે (એઆઇએનેસી કેમ્પ) મુંબઇમાં શિપ એટેચમેન્ટ કેમ્પ રાજસ્થાનમાં એડવાન્સ લીડરશિપ કેમ્પ, ઉપલેટા ખાતે કમ્પલાઈન એન્યુઅલ ટ્રેનિગ કેમ્પ, જામનગર ખાતે કેડેટ કેમ્પ કરેલા હતા.

ઉપરોક્ત દરેક કેમ્પના પરફોર્મન્સ, ડીસિપ્લીન, નેતિક્તાના આધારે રાષ્ટ્રીયકક્ષાના કેમ્પમાં સરકારશ્રી દ્વારા પસંદગી પામી હતી.અને પોરબંદરનું તથા એમ.ડી સાયન્સ કોલેજનું ગૌરવ વધારેલ હતું.

આ તકે એડવોકેટ જી.કે. સાદીયાની ઓફીસ ખાતે અનુસુચિત જાતિના આગેવાનો પોરબંદર તાલુકા વણકર સમાજ પ્રમુખશ્રી અમરાભાઈ રાઠોડ, ઉપપ્રમુખશ્રી હીરાભાઈ સાદિયા, સિનિયર એડવોકેટશ્રી ગોવિગભાઈ સાદિયા, ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી બાબુભાઈ પાડાવદરા, અર્જુન એજ્યુંકેશન ટ્રસ્ટ્રના પ્રમુખશ્રી મગનભાઈ સાદીયા, નિવૃત્ત ઈન્કમટેકસ ઓફિસર શ્રી આનંદભાઈ દાફડા અને રમેશભાઈ સાદિયા દ્વારા પ્રીયાંશુનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રેશનોટ સાથે ફોટો મોકલેલ છે.

ઉપરોક્ત પ્રેશનોટ આપના અખબાર, ચેનલ, સોશીયલ મીડીયા ગ્રુપમાં પ્રસિદ્ધ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *