સન ઓફ સરદારનો બીજો ભાગ આગામી જુલાઈમાં રજૂ થશે

આ વખતે અજય  સાથે મૃણાલ ઠાકુરની જોડી. અજયની ફિલ્મની રીલિઝની તારીખોમાં સતત ફેરફારઃ બીજા ભાગનું શૂટિંગ હાલ લંડનમાં ચાલી રહ્યું છે.

અજય દેવગણની ‘સન ઓફ સરદાર ટૂ’ આગામી જુલાઈ માસના અંતમાં રીલિઝ થશે. અજય દેવગણ લાંબા સમયથી બોક્સ ઓફિસ પર સફળતાનો વિશ્વાસ ગુમાવી બેઠો હોવાથી તેની ફિલ્મોની રીલિઝ ડેટ વારંવાર બદલાતી રહે છે. પાછલાં વર્ષમાં તેની ‘સિંઘમ અગેઈન’ અને ‘દ્રશ્યમ’ ફ્રેન્ચાઈઝી સિવાયની બધી ફિલ્મો ફલોપ ગઈ છે. ‘સન ઓફ સરદાર’ ૨૦૧૨મા રિલીઝ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મના બીજા ભાગા બીજા ભાગનું શૂટિંગ શરૂ  થઈ ચૂક્યું છે.   હાલ આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે. મૂળ ફિલ્મમાં અજય દેવગણ અનો સોનાક્ષી સિંહાની જોડી જોવા મળી હતી. આ ફિલ્મે  દુનિયભરમાંથી રૂપિયા ૧૬૧ કરોડ રૂપિયાથી વધુ કલેકશન કર્યું હતું. જોકે, ભાગ બેમાં અજય દેવગણ સાથે મૃણાલ ઠાકુરની જોડી છે. આ વરસના જુલાઇ મહિનામાં  ફિલ્મને રિલીઝ કરવાની  યોજના છે. આ ફિલ્મમાં ચંકી પાડે, રવિ કિશન, વિંદુ દારા સિંહ,નીરુ બાજવા સહિત અન્ય કલાકારો જોવા મળવાના છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *