વડોદરાના કારેલીબાગમાં નવા બંધાતા મકાનની સાઇટ

વડોદરાના વાસણા ભાયલી રોડ ખાતે રહેતા આશિષભાઈ પટેલ કોન્ટ્રાક્ટર છે. તેઓને કારેલીબાગ વીઆઈપી રોડ નવરંગ હોસ્પિટલ પાસે આવેલ બ્રહ્માનંદ સોસાયટીમાં વિપુલભાઈ પટેલના મકાનનો બાંધકામનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી આ સાઇટ ઉપર તેમનો સેન્ટ્રીંગ સહિતનો સામાન છે. 27 મેના રોજ સાંજે મકાનની બાજુમાં પોતાનો સામાન રાખી તેઓ શ્રમિકો સાથે રવાના થયા હતા. ત્યારબાદ મોડી રાત્રે પરત જતા સેન્ટીંગની રૂપિયા 1.2 લાખની કિંમતની 68 નંગ પ્લેટ ચોરી થયાનું બહાર આવ્યું હતું. તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતા કોન્ટ્રાક્ટરે અંતે ફરિયાદ નોંધાવી છે.