વેપારી પાસેથી 10% નું વ્યાજ વસૂલ કરતા વ્યાજખોર દ્વારા વેપારીને ચેકનો દૂર ઉપયોગ કરીને ચેક રીટનનો કેસ કરવામાં આવ્યો હતો જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ઉપવન હેરિટેજ ટાવરમાં રહેતા રામચંદ્ર મુરલીધર વનવાણી વારસિયામાં મુરલીધર ગૃહ ઉદ્યોગ નામે પાણીપુરીનો ધંધો કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ 2021 માં મને તથા મારા મોટાભાઈને ધંધા માટે રૂપિયાની જરૂર પડતા અશોક રાજમલ વાઘવાણી રહેવાસી સંત કવર કોલોની વારસિયા ને વાત કરી હતી. તેમને સૌપ્રથમ મને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને સિક્યુરિટી પેટે મારા ખાતા નો મારી સહી સાથે નો કોરો ચેક લીધો હતો 50000 ની સામે 60 દિવસમાં રોજના રૂ. 1,000 લેખે 60000 ચૂકવવાનું નક્કી થયું હતું એમણે અમારી પાસે 10% લેખે વ્યાજ લીધું હતું ત્યારબાદ પણ મને રૂપિયાની જરૂર પડતા 30 હજાર રૂપિયા 10% ના વ્યાજે લીધા હતા તેની સામે 63,000 ચૂકવી દીધા છતાં પણ વ્યાજનો વ્યાજ ગણી મારી પાસે 63 હજાર રૂપિયાની માંગણી કરી હતી અને મારા કોરા ચેકમાં 1.50 લાખ રૂપિયા લખીને ચેક રિટર્ન કરાવી મારી સામે કેસ કર્યો હતો.