ફ્લાઈટમાં ધોનીને જોઈ ખુશખુશાલ થઈ ગઈ એરહોસ્ટેસ.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ફ્લાઇટમાં જોવા મળી રહ્યા છે. ધોનીને ફ્લાઇટમાં એર હોસ્ટેસ ચોકલેટ ગિફ્ટ કરતી જોવા મળે છે અને તેના પર ધોનીનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

ફેન્સ માહીની સાદગી પર મોહી પડ્યા

ધોની પરિવાર સાથે ઇન્ડિગોની ફ્લાઇટમાં બિઝનેસક્લાસમાં નહી પણ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આ જોઇને પણ ફેન્સ માહીની સાદગી પર મોહી પડ્યા હતા.

એરહોસ્ટેસ ધોની માટે ચોકલેટ્સ લાવી  

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ધોની અને તેના પત્ની ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે. આ દરમિયાન ધોનીને એર હોસ્ટેસ ચોકલેટ લાવીને આપે છે પરંતુ ધોની હળવી સ્માઈલ સાથે માત્ર એક ચોકલેટ ઉઠાવે છે. આ દરમિયાન એર હોસ્ટેસ અને ધોની વચ્ચે વાતચીત પણ થાય છે.