ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વીજળીની માંગમાં ૧૦ ટકાની વૃદ્ધિનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે કહ્યું કે આ વૃદ્ધિની ગતિ ચાલુ રહેશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન માંગમાં ૮ ટકાનો વધારો થયો છે. દેશમાં પાવર કનેક્ટિવિટી અને પાવર સપ્લાયની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.

ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો ૨૦૧૪માં ૧૨.૫ કલાકથી વધીને હવે ૨૦.૫૩ કલાક થયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે ૨૩.૭૮ કલાક છે. ઉત્પાદન ક્ષમતામાં ૧૮૫ ગીગાવોટથી વધુનો વધારો થયો છે. આ સાથે, દેશ વિજળીની ખાધની સ્થિતિમાંથી સરપ્લસ વીજ ઉત્પાદનની સ્થિતિમાં પહોંચી ગયો છે.

ભારતની વીજ ઉત્પાદન ક્ષમતા વધીને ૪૧૬ ગીગાવોટ થઈ છે, જેનાથી નાણાકીય વર્ષ ૨૪ માં વીજ ખાધ ૪.૨ ટકાથી ઘટીને ૦.૨ ટકા થઈ ગઈ છે. ૫૧ ય્ઉ થર્મલ પાવર કેપેસિટી અને ૧૨૦ ય્ઉ રિન્યુએબલ એનર્જી પર કામ અલગ-અલગ તબક્કામાં ચાલી રહ્યું છે. ભારત દેશની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા થર્મલ પાવર ઉત્પાદન ક્ષમતા વધારવામાં અચકાશે નહીં.