વડોદરા શહેરમાં આજે સતત 42મા વર્ષે ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
હરે રામ ..હરે ક્રિષ્ણાની રમઝટ તથા ભગવાન જગન્નાથજીકી જયના ..ગગનભેદી નારાઓ સાથે નીકળેલી રથયાત્રાએ શહેરમાં આજે ભક્તિભાવનો માહોલ સર્જયો હતો.રથયાત્રાના રુટ પર 50000 કરતા વધારે ભાવિકો ઉમટી પડ્યા હતા
ભગવાન જગન્નાથજીની સાથે સાથે બળદેવજી અને સુભદ્રાજી નગરચર્યાએ નિકળ્યા હતા.રથયાત્રાના સમગ્ર રુટ પર ઠેર ઠેર રથયાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્ય હતુ.રથયાત્રામાં બગીઓ, ઉંટગાડીઓ પણ સામેલ થઈ હતી.ઈસ્કોન મંદિરના વિદેશી ભક્તો પણ રથયાત્રામાં જોડાયા હતા. સ્ટેશનથી બપોરે નીકળેલી રથયાત્રા સયાજીગંજ, કોઠી, રાવપુરા, ન્યાયમંદિર ,માર્કેટ થઈને નિયત રુટ પ્રમાણે પોલોગ્રાઉન્ડ ખાતે સાંજે પહોંચી હતી.
રથયાત્રામાં શીરો અને જાંબુના 35 ટન પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
સમગ્ર રુટ પર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.રથયાત્રા કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં અને શાંતિપૂર્ણ રીતે વિવિધ રુટ પરથી પસાર થઈ હતી.