સુએલા બ્રેવરમેને બ્રિટનમાં ચાકુથી હત્યા બંધ કરવા પર ભાર મૂક્યો

બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને ચાકુથી હત્યા કરનારાઓની તપાસ કરનાર પોલીસને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે આજે  બ્રિટનમાં ચાકુથી થતા હુમલા બંધ કરવા અને આ ગુનાઓને અંજામ આપનારાઓને શોધી કાઢવા પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાક દિવસોમાં ઇંગ્લેન્ડમાં ચાકુથી હુમલાની ત્રણ અલગ અલગ ઘટનાઓ બની હતી. જેમાં ત્રણ ભારતીયોના મોત થયા હતાં.

ગયા મંગળવારે ઉત્તર લેંડનમાં ૨૭ વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીની ઉત્તર લેંડનમાં ચાકુથી હત્યા કરવામાં આવી હતી. તે જ જિવસે નોટિંગહામમાં ભારતીય કિશોર ગ્રેસ ઓ મેલી કુમારની પણ ચાકુથી હત્યા કરવામાં આવી હતી.

શુક્રવારે દક્ષિણ લંડનમાં ૩૮ વર્ષીય અરવિંદ શિવકુમારની ચાકુથી હત્યા કરવામાં આવી છે. આ ત્રણેય ઘટનાઓના શંકાસ્પદ જેલમાં બંધ છે અને તેમના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

બ્રેવરમેને આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શસ્ત્રો સાથે રાખવા આપણા સમાજ પર એક શાપ છે. જે કોઇ પણ પોતાની સાથે શસ્ત્રો રાખે છે તે પોતાનું જીવ તો જોખમમાં મૂકે જ છે સાથે સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકે છે. આ ખતરનાક સંસ્કૃતિને તાત્કાલિક બંધ કરવાની જરૃર છે.