એક ગુજરાતી વિદ્યાર્થી બે દિવસથી ગુમ, પોલીસે શોધખોળ શરુ કરી

કેનેડામાં છેલ્લા ત્રણેક મહિનામાં જ બે ગુજરાતી વિદ્યાર્થીઓના શંકાસ્પદ રીતે મોત થયા છે ત્પારે હવે વધુ એક વિદ્યાર્થીના ગુમ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડાના બ્રાન્ડોન શહેરની પોલીસ 20 વર્ષીય વિશય પટેલને શોધવા માટે લોકોની મદદ માટેની અપીલ પણ કરી છે, જે ગુરુવાર સાંજથી જ ગુમ છે.

ગુજરાતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કેનેડા ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓની શંકાસ્પદ મોત થવાના કિસ્સાઓ પણ બન્યા છે તેવામાં હવે વધુ એક 20 વર્ષીય યુવકના ગુમ થવાના સમાચાર મળ્યા છે. ગુમ થયેલા વિદ્યાર્થીનુ નામ વિશય પટેલ જાણવા મળ્યુ છે અને તે બે દિવસ પહેલા બ્રાન્ડેન શહેરમાં જોવા મળ્યો હતો જેને સ્થાનિક પોલીસ શોધી રહી છે.

બ્રાન્ડોન પોલીસે ફરીયાદ નોંધી

વિશય પટેલ કે જે છેલ્લીવાર 15મી જૂને રાત્રે 11 વાગ્યાની આસપાસ તેમના ઘરની બહાર નીકળતા જોવા મળ્યો હતો તેણે ડાર્ક અથવા બ્લેક ટી-શર્ટ, બ્લેક સ્વેટપેન્ટ અને પીળાથી નવા કાળા રનિંગ શૂઝ પહેરીને પોતાની સિવિક કારમાં ઘરેથી નીક્ળ્યો હતો તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યુ હતું. આ મામલે બ્રાન્ડોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ ઉપરાંત વિશયની કોઈ માહિતી મળે તો કોઈપણ વ્યક્તિ 204-729-2345 પર કોલ કરીને અથવા brandon.ca/police-contact/police-contact પર જઈને બ્રાન્ડોન પોલીસને જાણ કરે તેમ જણાવ્યું છે.