બિપરજોય વાવાઝોડું મોટી તારાજી નહિ સર્જે

ગુજરાતને માથે બિપરજોય વાવાઝોડા નું સંકટ ઘેરાયું છે. જો કે, જ્યોતિષીના માટે આ વાવાઝોડું ખાસ વિનાશ સર્જે તેની સંભાવના નહિવત છે.

જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ જણાવ્યું કે, બિપરજોય વાવાઝોડા અંગે જ્યોતિષય અવલોકન કરીયે તો તા.૧૩ થી૧૫ દરમિયાન ચંદ્ર મીન અને મેષ રાશિમાં ભ્રમણ કરશે તેમાં પણ તા. ૧૫ ના રોજ ચંદ્ર મેષ રાશિમાં ગુરુ અને રાહુ સાથે યુતિ કરે છે અને તા. ૧૩ રેવતિ, તા.૧૪ અશ્વિની, તા. ૧૫ ભરણી નક્ષત્ર છે અને નક્ષત્ર માલિકની સ્થિતિ પણ શુભ ગ્રહની રાશિમાં છે, શનિ કુંભ રાશિમાં સ્વંગ્રહી છે અને મંગળ કર્ક રાશિમાં શુક્ર સાથે છે  સૂર્ય બુધની યુતિ છે, નવમાંશ ગ્રહની સ્થિતિ પણ સાધારણ છે. ઉપરોક્ત સ્થિતિ જોતા વાવાઝોડા ની અસર મોટી કોઈ આર્થિક નુકસાન કે માનવ હાનિ જેવું જણાતી નથી, પવન ફૂંકાવો, વાદળ છાયું વાતાવરણ કે ક્યાંક સામાન્ય વરસાદ રહે, દરિયા કિનારે થોડી અસર રહે તેમા પણ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળ પાસે દરિયા કિનારે થોડીક અસર રહે પણ મોટી ગંભીર ઘટનાની સંભાવના જેવું જણાતી નથી, યોગ્ય સૂચના માર્ગદર્શનથી સમસ્યા મોટેભાગે રાહત અપાવશે એક કહેવત મુજબ ” શૂળી નો ધા સોયે સરે ” જેવું રહે તેવું અનુમાન લાગી રહ્યુ છે.