નવી દિલ્હી, 8 કોરોના રોગચાળા દરમિયાન 8 મોટા શહેરોમાં જુલાઇ-સપ્ટેમ્બરમાં રહેવાસી અને ઓફિસની માંગમાં જોરદાર ઘટાડો નોંધાયો છે, તેમાં પણ ઓફિસ લીઝની માંગ 70 ટકા ઘટી છે, આ દરમિયાન મકાન વેચાણમાં પણ 43 ટકાનો ઘટાડો આવ્યો છે, છેલ્લા ત્રિમાસિકથી તુલના કરવામાં આવે તો સ્થિતીમાં સુધારો આવ્યો છે, સંપત્તી સલાહકાર કંપની નાઇટ ફ્રેંક ઇન્ડિયાએ ગુરૂવારે જારી કરેલા રિપોર્ટમાં આ માહિતી આપી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ-જુન ત્રિમાસિકની તુલનામાં સ્થિતી સુધરી છે, ઓફિસો ને લીઝ પર લેવામાં 81 ટકાથી વધુની વૃધ્ધી થઇ છે, અત્રે ઉલ્લેખનિય છે કે એપ્રિલ-જુન ત્રિમાસિકનો મોટો ભાગ કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રિત કરવા માટે વગાવવામાં આવેલા લોકડાઉનમાં વીતી ગયો છે.
8 શહેરોમાં મકાનોનું વેચાણ 33,403 રહ્યું
આ રિપોર્ટમાં જણાવ્યા મુ્જબ જુલાઇ- સપ્ટેમ્બર ત્રિમાસિકનાં આંકડા પ્રોત્સાહિત કરનારા છે, પરંતું આપણે હજુ સુંધી તેનામાંથી બહાર આવી શક્યા નથી, સમિક્ષાનાં ત્રિમાસિકમાં વેચાણમાં સુધારો થયો છે, રિપોર્ટમાં વધુમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2019નાં સ્તરે અથવા તેનાથી આગળ નિકળવાની આશા વ્યક્ત કરાઇ છે, આંકડા મુજબ જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 8 શહેરોમાં મકાનોનાં વેચાણ ઘટી 43 ટકા એટલે કે 33,403 યુનિટ રહ્યું છે, જે ગયા વર્ષે આ જ ત્રિમાસિકમાં 58,183 મકાન વેચાયા હતાં. આ જ પ્રકારે સમિક્ષાનાં સમયગાળા દરમિયાનમાં 47 લાખ ચોરસ ફુટ વિસ્તારની ઓફિસ લીઝ પર લેવામાં આવી, આ ગયા વર્ષે આ જ સમયગાળાનાં 1.57 કરોડ ચોરસ ફુટની તુલનામાં 70 ટકા ઓછી છે, દિલ્હી, એનસીઆર, મુંબઇ મહાનગર, બેંગલુરૂ, પુણે, ચેન્નઇ, હૈદરાબાદ, કોલકાત્તા અને અમદાવાદની પ્રોપર્ટીનાં ખરીદ-વેચાણનાં આંકડા એકત્રિત કરાયા છે. મુંબઇમાં સપ્ટેમ્બર 2020માં મકાનોનું વેચાણ 7635 યુનિટ રહ્યું છે જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં તે 14,733 હતું, ત્યાં જ ઓફિસ સ્થળની માંગ એક વર્ષ પહેલા 27 લાખ ચોરસ ફુટની તુલનામાં આ જ વર્ષે બીજી ત્રિમાસિકમાં 10 લાખ ચોરસ ફુટ રહ્યું, દિલ્હી ઓનસીઆર બજારમાં મકાનું વેચાણ એક વર્ષ પહેલા બીજી ત્રિમાસિકમાં જ્યાં 1200 યુનિટ હતું, ત્યાં આ જ વર્ષે ઘટીને 6,147 રહ્યું, ઓફિસ સ્પેસની માંગ આ દરમિયાન 9 લાખ ચોરસ ફુટ રહી, જે એક વર્ષ પહેલા 18 લાખ વર્ગ ફુટ રહી હતી.