કોરોના શું છે અને શા માટે આખું વિશ્વ એનાથી થથરે છે, કોરોના અતિશય ગંભીર છે તો માત્ર જનતાએ જ ગંભીરતા કેળવવાની જેવા અનેક પ્રશ્નો આજે વિશ્વના લગભગ લોકોના મગજ પર ઘૂમે છે ત્યારે કોરોના વિષે જનતા પાસે અજ્ઞાન એ જ તો કોરોના ના સાચા ભયનું કારણ નથી ને,
આ ધરતી પર અનેક નામી-અનામી લોકો આવ્યા અને ક્રમાનુસાર જતાં પણ રહ્યા છે ત્યારે જો આવા લોકોનો લોકસંદેશ જોઈએ તો શા માટે આ લોકોએ લોકોને અજ્ઞાન દુર કરી જ્ઞાની બનવાનો અથવા શિક્ષિત બનવાનો આખરી સંદેશ આપ્યો હશે, તેને જો પ્રવર્તમાન સ્થિતિઓથી સમજીએ તો એક અર્થ એ નીકળે છે કે શાશકોની શાશન પદ્ધતિ એક જ હોય છે કે જનતાના અજ્ઞાનનો લાભ લઇ એને અનુકુળ વ્યવસ્થાઓ લાદવી એ શાશનની એક સામાન્ય પ્રણાલી છે.
કોરોના કદાચ ધરતી પર બ્લેકહોલ શોધવાના એક પ્રયોગની ફલશ્રુતિ હોય શકે, કોરોના કદાચ પ્રકૃતિની લોકો ઉપરની નારાજગી પણ હોય શકે, કોરોના કદાચ 5G/6G અને 7G ના રેડીએશનનો એક ભાગ પણ હોય શકે, અર્થાત અહી જ જ્ઞાનનો અભાવ અને અજ્ઞાનની અરાજકતા છે.
જ્ઞાન એટલે જુજ ધોરણનું શિક્ષણ નહી પરંતુ જ્ઞાન એટલે સમજ, જ્ઞાન એટલે જાણકારી આવા એક વિષય પર એક જ્ઞાની મહાપુરુષને સાચી સ્મર્ણજ્લીના એક ભાગરૂપે નીચે આપેલ લિંક પરનો વિડીઓ જુઓ…