પહેલી વખત આંતર શાળા/કોલેજ ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:રાજીવ ગાંધીની સ્મૃતિમાં આયોજન
પોરબંદર જીલ્લા NSUI હમેંશા વિદ્યાર્થીઓના પ્રશ્નોથી લઈને અનેક પ્રવૃતિમા અગ્રેસર રહ્યું છે, દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:રાજીવ ગાંધીની સ્મૃતિમાં દર વર્ષે વિદ્યાથીઓ માટે આંતર શાળા/કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરતુ આવ્યું છે, આ વર્ષે NSUI દ્વારા અનોખી પહેલ કરાઈ હતી… પોરબંદર જીલ્લાની વિદ્યાર્થીઓ માટે પહેલી વખત ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરાયું હતું તેમની પાછળનો હેતુ માત્ર એ જ કે ગર્લ્સ બધી પ્રવૃતિમાં અગ્રેશર હોય છે, સ્પોર્ટ્સમા પણ ઘણા ખેલોમાં તેવો ભાગ લેતા હોય છે પરંતુ જયારે ક્રિકેટની વાત આવે ત્યારે તેમાં ભાગ લેવા વારા બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે.. ત્યારે ગર્લ્સની અંદર રહેલું ટેલેન્ટ બહાર લાવવા આજે પોરબંદર NSUI દ્વારા એક પ્રયાસ કર્યો હતો ગર્લ્સ પણ છોકરાઓના જેમ ક્રિકેટ રમી શકે છે તે સાબિત કર્યું હતું.
સ્વ:રાજીવ ગાંધી કપ-૨૦૨૧ ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટમા ૪ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગોઢાણીયા મહિલા કોલેજ, બાલુબા માધ્યમિક શાળા, એકલવ્ય એકેડમી અને ગોઢાણીયા હોસ્ટેલ. રવિવારના રોજ ગોઢાણીયા મહિલા કોલેજના ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ રાઉન્ડ ૮-૮ ઓવરની રમાઈ હતી જેમાં ઉદઘાટન પ્રસંગે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા,યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર,પૂર્વ કાઉન્સિલર જયશ્રીબેન બાલુભાઈ ગોહેલ,દિપ્તીબેન ચોટાઈ,તેમજ નીરજભાઈ ઉપસ્થિત રહ્યા હતા, તેમના દ્વારા ટોસ ઉચાડીને ટુર્નામેન્ટના મેચનો પ્રારંભ કરાયો હતો.
ફાઈનલ મેચમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની ખાસ ઉપસ્થિતિ રહી હતી, તેમની સાથે લાખણશી ગોરણીય,NSUI ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા અને કેશુભાઈ વાઢેર હાજર રહ્યા હતા… ફાઈનલ મેચ ગોઢાણીયા મહિલા કોલેજ અને ગોઢાણીયા હોસ્ટેલ વચ્ચે જંગ થયો હતો, જેમાં ૧૨ ઓવરમાં ગોઢાણીયા મહિલા કોલેજે ૧૯૯/૧ કર્યા હતા વાઘા મયુરી દ્વારા ૧૦૦ રન મારવામાં આવ્યા હતા તેમની સામે ગોઢાણીયા હોસ્ટેલ દ્વારા ૧૨ ઓવરમાં ૭૯/૬ થયા હતા જેમાં ગોઢાણીયા મહિલા કોલેજ વિજેતા જાહેર કરવામાં આવી હતી તેમને માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબના હસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરાઈ હતી સાથે ટુર્નામેન્ટમા ભાગ લેનાર તમામ ટીમોને અભિનંદન આપ્યા હતા… પહેલી વખત ગર્લ્સ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવા બદલ પોરબંદર જીલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ સહીત તમામ NSUI ટીમના સદસ્યોને અભીનંદન પાઠવ્યા હતા….ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિ કરતા રહો તેવી શુભેચ્છા આપવામા આવી હતી…
ટુર્નામેન્ટનું સુંદર આયોજન જીલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ,કૃણાલ રજવાડી,ઉમેશરાજ બારૈયા,જયદીપ સોલંકી,સુરજ રેણુકા,યશ ઓઝા,રાજ ઓડેદરા એ ઉઠાવી હતી
Source : Arvind Vala