રાજકોટ ખાતે સિપાઇ સમાજ નુ હોસ્ટેલ બનાવવા જનરલ બોર્ડની મિટીંગ અને મેડિકલ કેમ્પનું આયોજન, સિપાઈ સમાજ ટ્રસ્ટ ની જનરલ બોર્ડની મિટીંગ તથા સમાજને સ્પર્શતા પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા તથા મેડિકલ કેમ્પનું આયોજન
- તારીખ :- ૧૪-૦૩-૨૦૨૧ – રવિવાર
- સમય :- સવારે ૦૯-૦૦ થી ૧૨:૦૦ મેડિકલ કેમ્પ અને ૧૨-૦૦ થી ૪-૦૦ સિપાઈ સમાજ ટ્રસ્ટ ની જનરલ બોર્ડની મિટીંગ
- સ્થળ :- માઉન્ટેન્ટ મસ્જિદ હોલ, પોપટપરા, સેન્ટ્રલ જેલની પાછળ, રાજકોટ
:મુખ્ય મુદ્દાઓ:
(૧) વાર્ષિક હિસાબો રજુ કરવા.
(૨) વાર્ષિક અહેવાલો રજુ કરવા.
(૩) રાજકોટમા સરકારી ખરાબાની જગ્યાની માંગણી કરવા સંમતિ લેવી, કમિટી બનાવવી.
(૪) CSR Fund વિષે માહિતી આપવી. ફંડ લેવા અને પ્રોજેક્ટ તૈયાર કરવા કમિટી બનાવવી.
(૫) જકાત સ્કોલરશીપ વિષે પ્રાથમિક ચર્ચા કરવી. સ્કોલરશીપ ના ઓનલાઈન ફોર્મ વિષે અભીપ્રાય લેવા .
(૬) રાજકોટ મા જમીન કે મકાન લઈ હોસ્ટેલ બનાવવા સંમતિ લેવી. કમિટી બનાવવી પી.જી.હોસ્ટેલ બાબત ચર્ચા કરવી.
(૭) સંસ્થાના સભ્યો તથા સંસ્થાના અને સમાજના શુભેચ્છકો એવા મહેમાનો દ્વારા રજુઆતો થાય તેની ચર્ચાઓ.
જનરલ બોર્ડની મિટીંગમાં સંસ્થાના સભ્યો દ્વારા રજુઆતો થાય તેની ચર્ચાઓ તો કરવામાં આવશે, અને સંસ્થાના સિપાઈ સમાજ ના મહેમાનો તથા સિપાઈ સમાજના હિતચિંતકોને આ મિટીંગમાં આવવાની છુટ છે. તેઓ દ્વારા જે પણ વિચારો રજુ કરવામાં આવશે તેના ઉપર ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા હાલમાં ;એક સુજવ મારો ; અભિયાન અંતર્ગત મિટીંગમાં ચર્ચામાં લેવાના થતા મહત્વપુર્ણ મુદ્દાઓ
(૧) ગીત-સંગીત, સ્પોર્ટસ, નાત પઢવી વગેરે જેવી પ્રવૃતિ દ્વારા સમાજના યુવા ધનની આવડત વિકસાવવા.
(૨) દર મહિને સમાજના સુખી-સંપન્ન લોકો ૧૦૦૦/-₹ કે તેથી વધુ રુપિયા સિપાઈ સમાજ ની પ્રવૃત્તિ માટે કાઢે.
(૩) સમાજના લોકોને રોજગારી મળે તે માટે સ્થાનીક ગ્રુપ બનાવી વગર વ્યાજની લોન આપવી.
(૪) હેલ્થ માટે આયોજન કરવું.
(૫) લોકો બચત કરે તેવું આયોજન કરવું.
(૬) દર વર્ષે વિદ્યાર્થીઓને ટ્રસ્ટ ના નામવાળા ચોપડા આપવા.
(૭) ટ્રસ્ટમાં ઉચ્ચ ડોનેશન આપતી વ્યકિતને સન્માન પત્ર આપવું
(૮) જન્મદિવસ, સગાઈ, લગ્ન જેવા ખુશીના પ્રસંગે સુખી સંપન્ન લોકો પાસે ડોનેશન માંગવા.
(૯) સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગ શરુ કરવા. અને સ્પર્ધાત્મક પરીક્ષાની મટીરીયલ્સ ફરી ઉપયોગ થાય એવી વ્યવસ્થા કરવી.
(૧૧) યુવાઓ તથા વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવી એકબીજાના પ્રશ્નો તેમના દ્રારા જ ઉકેલવા.
(૧૨) સમાજના ગ્રૃહ ઉદ્યોગ શરુ કરવા.
(૧૩) લીગલ ટીમ, કન્સ્લટીંગ ટીમ, હેલ્થ ટીમ, ફાઇનાન્સ ટીમ, સ્પોર્ટસ અને કલ્ચરલ ટીમ બનાવવી વગેરે ટીમો બનાવવી.
સંસ્થાના મેમ્બરો તથા સિપાઈ સમાજના લોકોએ આ મિટીંગમાં હાજરી આપવા ખાસ વિનંતી છે. તથા મિટીંગમાં વ્યવસ્થાની અનુકૂળતા માટે અગાઉથી સિપાઈ સમાજ ટ્રસ્ટ ના વ્યક્તિઓએ નીચેની વ્યક્તિઓને જાણ કરી દેવી. જેથી મિટિંગની વ્યવસ્થા કરવામાં સરળતા રહે. મિટીંગમાં બપોરે જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે.
અખબારી યાદી સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત ના પમુખ ડો.અવેશ.એ.ચોહાણ અને ઇસ્માઇલખાન શેરવાની દ્રારા પાઠવવામાં આવી, સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત