પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા દિવસે 6 ફોર્મ ખેંચાતા 124 બેઠક પર 309 ઉમેદવારો ચૂંટણી લડશે. પોરબંદરની ચૂંટણી ઉમેદવારી પત્ર ખેંચવાના આખરી દિવસે 6 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે. જેમાં જિલ્લા પંચાયતમાં એક રાણાવાવ તાલુકા પંચાયત માં બે, કુતિયાણા તાલુકા પંચાયત માં એક, પોરબંદર તાલુકા પંચાયત માં એક અને પોરબંદર પાલિકામાંથી એક ફોર્મ ખેંચાયું છે.
પોરબંદર જિલ્લા પંચાયતમાં 18 બેઠક માટે 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી એક ફોર્મ અમાન્ય અને એક ફોર્મ ખેંચવામાં આવતા 40 ઉમેદવારો ચૂંટણી લડશે.જેમાં ભાજપના 18, કોંગ્રેસના 18 અને બસપાના 3 તથા આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર છે. પોરબંદર પાલિકાની 52 બેઠકો પર 151 ઉમેદવારોએ 155 ફોર્મ ભર્યા હતા. જેમાંથી 13 ફોર્મ અમાન્ય અને 1 ફોર્મ પાછું ખેંચાતા 141 ઉમેદવાર ચૂંટણી લડશે. જેમાં ભાજપના 52 , કોંગ્રેસના 52, બસપાના 11, આપ ના 11 અને 5 અપક્ષ ઉમેદવારો નો સમાવેશ થાય છે.
પોરબંદર તા.પં. ની 22 બેઠક માટે 56 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 1 અમાન્ય અને 1 ફોર્મ પરત ખેંચાતા 54 ઉમેદવાર જેમાં 22 ભાજપ, 22 કોંગ્રેસ -2 બસપા, 3 અપક્ષ અને 5 આપના ઉમેદવાર ચૂંટણી લડશે. કુતિયાણા તા.પં. ની 16 બેઠક માટે 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જેમાંથી 1 પાછું ખેંચતા અને 8 ફોર્મ અમાન્ય રહેતા 33 ઉમેદવારો માં ભાજપ – કોંગ્રેસના 16-16 ઉમેદવાર અને એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડશે.
આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે.