ઘરમાં ઘુસી અને માર મારવાના સંડોવાયેલ આરોપીઓને જામીન

પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ઘરમાં ઘુસી અને માર મારવાના પ્રકાશીત થયેલ કિસ્સામાં સંડોવાયેલ આરોપીઓને જામીન મુકત

આ કોર્ટ બનાવની વિગત એવી છે કે , પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી રમેશગીરી પરસોતમગીરી રામદતી , રહે , સાંદિપની મંદિરની બાજુમાં , જી.એમ.સી. સ્કુલની પાછળ , પોરબંદર વાળાએ એવા મતલબની ફરીયાદ જાહેર કરેલ કે , ( 1) રાજેશ કરશન ચામડીયા , ( 2 ) તુષાર કરશન ચામડીયા , રહે . બને પોરબંદર વાળા તથા તેમની સાથેના બે અજાણ્યા માણસોએ ફરીયાદીના ઘરમાં ઘુસી અને ફરીયાદી તથા તેમના પત્ની આરોપીઓએ અગાઉના ચાલી રહેલા વિવાદનો રાગહેશ રાખી અને આરોપી રાજેશ કરશન તથા તુષાર કરવાનું ચામડીયાએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને ખાડેધડ માર મારી અને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય , તેમજ ફરીયાદીના પત્નીને પણ મુંઢ ઈજાઓ પહોંચાડી ગુનહી કરેલ હોવા સબંધેની ફરીયાદ આપતાં પોલીસે આરોપીઓ સામે ધોરણસર ગુન્હો નોંધી રાજેશ કરશન ચામડીયા , તુષાર કરશન ચામડીયા , અર્જુન રામભાઈ આગઠ તથા વૈદે નેમાભાઈ ઓડેદરા , રહે.તમામ પોરબંદર વાળાની અટક કરી નામ . કોર્ટમાં રજૂ કરતાં આરોપીઓએ પોરબંદરના જાણીતા એડવોકેટ જગદિશમાધવ મોતીવરસને પોતાના એડવોકેટ તરીકે રોકતાં વકીલ દ્વારા નામ . કોર્ટમાં જામીન અરજી રજૂ રાખેલ , જેમાં સરકાર પક્ષે આરોપીઓને નહી છોડવા સબંધેની વિગતવાર દલીલો રજૂ રાખેલ છે . ત્યારબાદ આરોપી પક્ષે દલીલો કરતાં જણાવેલ કે , આરોપીઓની સામે નોંધાવવામાં આવેલ ફરીયાદમાં બનાવનું કારણ જોવામાં આવે તો ફરીયાદીએ અગાઉના મનદુ : ખનું કારણ જણાવેલ હોય , અને તે રીતે ખરેખર કહેવાતો કોઈ જ બનાવ બનેલો જ ન હોય કે , આરોપીઓએ તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો મુજબનું કોઈ જ કૃત્ય આચરેલ ન હોય , પરંતુ ફરીયાદીએ અગાઉના જમીન બાબતેના મનદુ : ખનો રાગદ્વેષ રાખી અને હાલના આરોપીઓને સદર બનાવ સબંધે કાંઈ લેવા – દેવા ન હોવા છતાં તદન ખોટી રીતે આરોપીઓના નામ આપી દીધેલા હોય , અને જેમાં પોલીસે કોઈપણ જાતની વ્યાજબી તપાસ કર્યા વગર આરોપીઓની સામે સીધી જ એફ.આઈ.આર. ફાડી આરોપીઓની અટક કરી લેવામાં આવેલ હોય , પરંતુ ખરેખર આરોપીઓ સદર ગૃહાના કામે તદન નિદોષ હોય , આરોપીઓએ કહેવાતો કોઈ જ ગુન્હો આચરેલ ન હોય , વળી આરોપીઓ પોરબંદર શહેરના સ્થાનિક રહીશ હોય , અને પોતાના પરિવાર સાથે વસવાટ કરતાં હોય , અને તેથી જામીન ઉપર મૂકત કર્યેથી કયાંય નાસી – ભાગી જાય તેમ ન હોય વગેરે વિગતવાર દલીલો રજૂ રાખતાં નામ . કોર્ટે બન્ને પક્ષકારોની દલીલો સાંભળી અને સમગ્ર રેકર્ડ ધ્યાને લઈ આરોપીઓને શરતોને આધિન જામીન ઉપર મૂકત કરવાનો હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી , સંભળાવી જાહેર કર્યો હતો. આ કામમાં આરોપી તરફે પોરબંદરના જાણીતા વિદ્વાન વકીલ જગદીશમાધવ મોતીવરસ , હેતલ ડી . સલેટ તથા જય ડી . સલેટ રોકાયેલ હતા.