મેષ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ જણાય.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ- સગાસંબંધી વર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ અનુભવો.
કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવાય.
સિંહ : આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ રહે.
કન્યા : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને સાનુકૂળતા મળી રહે. લાભ થાય.
તુલા : આપના કામમાં હરિફવર્ગ-સહકાર્યકર વર્ગની મુશ્કેલી અનુભવાય. મોસાળપક્ષ- સાસરીપક્ષે બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય.
વૃશ્ચિક : વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા જણાય. આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો.
ધન : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાવધાની રાખવી.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપના કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપના કામમાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા રહે.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.